સુરત: સરગમ શોપીંગ સેન્ટરના 96 ફ્લેટ અને 154 દુકાનો સીલ
સુરત, તા. 02 ડિસેમ્બર 2020, બુધવાર
સુરત મહાનગરપાલિકાના અથવા ઝોનમાં જર્જરિત બની ગયેલા એક શોપિંગ સેન્ટર ને મહાનગરપાલિકાએ આજે સીલ કરી દીધું છે. મહાનગરપાલિકાએ એપાર્ટમેન્ટના નળઅને ડ્રેનેજ જોડાણ કાપી નાખ્યા હતા. તેમ છતાં પણ જર્જરીત બિલ્ડિંગના ના કરાટા આજે મહાનગર પાલિકાએ સીલ કરી દીધી હતી.
મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં સરગમ શોપિંગ સેન્ટર નામની એક બિલ્ડીંગ આવી છે. આ શોપિંગ સેન્ટરમાં 96 ફ્લેટ અને 154 દુકાનો છે. લાંબા સમયથી આ બિલ્ડીંગ જર્જરિત થતાં તેને રિપેર કરવા માટે મહાનગર પાલિકાએ નોટિસ આપી હતી. દરમિયાન ગત વર્ષે એક ફ્લેટની બાલ્કનીમાં તૂટી પડી હતી. સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી.
ત્યાર બાદ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં આ બિલ્ડીંગને રીપેર કરવા માટે આઠ નોટિસ આપી હતી. બિલ્ડિંગમાં વસવાટ કરનારા દ્વારા બિલ્ડિંગને રિપેર કરવામાં આવી ન હતી. બિલ્ડીંગ વધુ બિસ્માર થઇ હતી. આ બિલ્ડીંગને અકસ્માત થાય તેવી ભીતિને પગલે મહાનગરપાલિકાએ બિલ્ડિંગના નળ ડ્રેનેજ અને ગેસ જોડાણ કાપી નાખ્યા હતા. ત્યારબાદ આજે મહાનગર પાલિકાએ સીલ કરી દીધી છે.