Get The App

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સાયન્સ ફેકલ્ટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષા જિલ્લા મથક પર આપવાનો નિર્ણય

- યુનિવર્સિટી કેમ્પસમાં સાયન્સ ભવનમાં ભણતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે યુનિવર્સિટી કેમ્પસ સુધી આવવું નહીં પડે

- આગામી તારીખ 27 થી એમએસસી સહિતની પરીક્ષાનો પ્રારંભ 16,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Updated: Aug 21st, 2020


Google NewsGoogle News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સાયન્સ ફેકલ્ટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષા જિલ્લા મથક પર આપવાનો નિર્ણય 1 - image

રાજકોટ, તા.21 ઓગસ્ટ 2020, શુક્રવાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 27 થી એમએસસી સહિતની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે યુનિવર્સિટી કેમ્પસના વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે યુનિવર્સિટી કેમ્પસ સુધી આવવું ન પડે તે માટે જિલ્લા મથકો પર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં નિર્ણય કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાની મહામારીના અનુસંધાને વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે તે માટે તેઓના વતનની નજીક પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો લાભ આ વર્ષે તારીખ 27 ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષાઓ દરમ્યાન આપવામાં આવશે. 

આ અંગેની વિગતોના સંદર્ભમાં કુલનાયક ડો. વિજય દેસાણી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈકાલે સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને જિલ્લા મથકો પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે કાલે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ આ અંગે નિર્ણય કર્યો હતો. વધુમાં પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવામા આવે તે માટે અગાઉથી 85 પરીક્ષા કેન્દ્રોની મંજુરી આપવામાં આવી હતી, તેની સંખ્યા વધારીને હવે 127 પરીક્ષા કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે જે વિદ્યાર્થી સૌરાષ્ટ્રના જુદા- જુદા વિસ્તારમાં રહે છે ત્યાં તે વિસ્તારની નજીક કયા જિલ્લામાં રહીને પરીક્ષા આપી શકશે.


Google NewsGoogle News