સ્વામિનારાયણ સંપ્રદાયના ચીટર સ્વામીઓનો સાગરીત સુરતથી ઝબ્બે

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
સ્વામિનારાયણ સંપ્રદાયના ચીટર સ્વામીઓનો સાગરીત સુરતથી ઝબ્બે 1 - image


જમીનના નામે ત્રણ કરોડની છેતરપીંડીમાં

આરોપીને રાજકોટ લઈ આવવા તજવીજ, ચાર આરોપી સ્વામીના કોઈ લોકેશન પોલીસને મળતા નથી

રાજકોટ :  સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રાજકોટનાં જમીન મકાનના ધંધાર્થી જસ્મીનભાઈ માઢક સાથે રૃા.૩.૦૪ કરોડની  છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નાસતા ફરતા આરોપી લાલજીભાઈ ઢોલાને સુરતથી પોલીસે ઝડપી લઈ રાજકોટ લઈ આવવા તજવીજ શરૃ કરી છે.

આ કૌભાંડ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને આરોપીઓ પકડવાના નામે ઘણાં સમય સુધી પોલીસે છૂપાવી હતી. આમ છતાં એક પણ આરોપી પકડાયો ન હતો. આખરે આ ફરિયાદની વિગતો જાહેર થઈ ગઈ હતી. આ કેસની તપાસ ઈઓડબલ્યુને સોંપાઈ હતી. જેના દ્વારા આરોપીઓને પકડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.

જે અંતર્ગત એક આરોપી લાલજી ઢોલા ઈઓડબલ્યુના સકંજામાં આવી ગયો છે. તેને સુરતના સરથાણા વિસ્તારમાંથી ઝડપી લઈ હવે રાજકોટ લઈ આવવા તજવીજ શરૃ કરાઈ છે. રૃા.૩.૦૪ કરોડના આ કૌભાંડમાં લાલજી ઢોલાની મુખ્ય ભૂમિકા હતી. જે-તે વખતે તેની ઓળખ વડતાલ મંદિરના ખજાનચી તરીકે આપવામાં આવી હતી.

આ કૌભાંડ અંગે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી.પી. સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી, લાલજીભાઈ, સુરેશ, ભુપેન્દ્ર અને વિજયસિંહ વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

જો કે ફરિયાદ નોંધાયાને પખવાડીયા જેવો સમય વીતિ જવા છતાં ચારેય આરોપીે સ્વામીને પોલીસ પકડી શકતી નથી. આ તમામ આરોપી સ્વામી હાલ ભારતમાં છે કે વિદેશમાં તે અંગે પણ પોલીસને માહિતી મળી નથી. 


Google NewsGoogle News