Get The App

જાફરાબાદથી રાજુલાના ખખડધજ રોડ ઉપર મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
જાફરાબાદથી રાજુલાના ખખડધજ રોડ ઉપર મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ 1 - image


- દુર્ઘટના ઘટે ત્યારે રોડની કામગીરી હાથ ધરાશે તેવી લોકોમાં ચર્ચા

- પ્રાણઘાતક અકસ્માતને નિમંત્રણ આપી રહેલા અતિશય ભયજનક મસમોટા ખાડાઓ બુરવા તંત્રના આંખ આડા કાન 

રાજુલા : જાફરાબાદ ખાતે આવેલા નવા પુલ ઉપર ખાડાઓ પડતા વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. તેમ છતાં તે પી. ડબલ્યુ. ડી.ના સત્તાધીશોની નજરમાં ક્યારે આવશે. આ નવા બ્રિજ ઉપરથી ટુવ્હીલર અને ફોર વ્હીલર સહિત મહાકાય વાહનો તેમજ રાહદારીઓ મોટી સંખ્યામાં પસાર થતા હોય આ નવા બ્રિજ ઉપર પડેલા ખાડાઓ અને  સળીયા દેખાઈ રહ્યા હોય તે ઉખડી  ગયેલા હોવાથી વાહન ચાલકો તે ખાડાને તારવીને માંડ માંડ નિકળી શકે તેમ છે.

જાફરાબાદના જુના બ્રિજને બંધ કરી નવા બ્રિજને ચાલું કરવામાં આવ્યો છે. પરંતુ નવા બ્રિજ ઉપર ઘણી વાર અકસ્માતો થયા છે.જયારથી જુનો બ્રિજ બંધ કરાયો છે ત્યારથી નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. અત્રે ટુ વ્હીલર કે અન્ય વાહનો અકસ્માત નોતરે તેવી હાલતમાં હોય તેથી નિદ્રાધિન તંત્ર ક્યારે ધ્યાન આપશે, કે પછી કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે ધ્યાન ઉપર લેવામાં આવશે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. આ નવા બ્રિજ ઉપર પડેલા ખાડા ઉપર તંત્ર ધ્યાન આપે તાત્કાલિક ધોરણે તેની આગળની કામગીરી કરાય તેવી વાહનચાલકોમાંથી માંગ ઉઠી રહી છે. તેમજ અહીંથી પસાર થતા ખોડીયાર મંદિરથી થોડે દૂરના રોડ ઉપર પડેલા એકથી બે ફુટના ઉંડા ખાડાઓના લીધે કોઈ ટુ વ્હીલર ચાલક યમરાજ સુધી પહોંચી જાય તેમ છે. આવા ખાડાઓ પડયા હોવા છતાં નિદ્રાધીન પી. ડબલ્યુ. ડી. ના ધ્યાન ઉપર તે કેમ નથી આવતું. મસમોટા ખાડાઓથી કોઈ મોટી દુર્ઘટના ઘટી તો તેમાં જવાબદારી કોની. આ અતિશય ભયજનક ખાડાઓના લીધે કોઈ પરિવારના સભ્યની અમૂલ્ય જીંદગી છીનવાઈ જાય તે પહેલાં નીંદ્રાધીન તંત્ર વહેલી તકે જાગે. અહીંથી મોટી માત્રામાં ટુ વ્હીલર ચાલકો તથા માછીમારીની સિઝન ચાલું હોવાથી રિક્ષાચાલકો આ પડેલા ખાડાના લીધે કોઈ મોટું અકસ્માત નોતરી શકે તેમ છે.  કારણ કે, અહીં રોડ ઉપર મચ્છી સુકવવા માટે મહિલાઓ મોટી માત્રામાં પગપાળા જતી હોય છે. આ ખાડાના કારણે કોઈની અમૂલ્ય જીંદગી છીનવાય તે પહેલાં તંત્ર ગંભીર બને અને તાત્કાલિક ધોરણે આ મસમોટા ખાડાઓ પૂરી અકસ્માતો અટકાવવા આવે તે ઈચ્છનીય છે.


Google NewsGoogle News