દિવસ અને રાતનું તાપમાન ઉંચકાતા ઠંડીમાં રાહત
- લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું, ઠંડી ઘટી
- 15 દિવસ બાદ મહત્તમ તાપમાન 28 ડિગ્રીને પાર થતાં દિવસે ગરમી અનુભવાઈ
ભાવનગર : છેલ્લા ઘણાં દિવસોથી વાતાવરણમાં જોવા મળી રહેલા ઠંડીના ચમકારા બાદ આજે ઠંડીનો પારો ગગડતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ભાવનગરમાં આજે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધ્યું છે. ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનમાં ૦.૬ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાનમાં ૦.૮ ડિગ્રીનો વધારો નોંધાયો છે. ૧૫ દિવસ બાદ મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રીને પાર થઈ જતાં દિવસે ગરમી અનુભવાઈ હતી.
શહેરમા ઠંડીનો પારો ગગડયો છે. આજે લઘુતમ તાપમાન ૧૪.૨ ડિગ્રી, મહત્તમ તાપમાન ૨૮.૮ ડિગ્રી નોંધાયું છે. પવનની ગતિ ૪ કિમી પ્રતિકલાક નોંધાઈ હતી. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૨૮ ટકા નોંધાયું હતું. પાછલા દિવસોની સરખામણીએ આજે ઠંડી ઓછી અનુભવાઈ છે. ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનમાં ૦.૬ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાનમાં ૦.૮ ડિગ્રીનો વધારો નોંધાયો છે. ૧૫ દિવસ બાદ મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રીને પાર થઈ જતાં દિવસે ગરમી અનુભવાઈ હતી. મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા દિવસે ગરમીનો અનુભવ થયો છે.