રાજુલા ડુંગર રોડ નવો બનાવવામાં કોન્ટ્રાકટરના ઠાગાઠૈયાથી લોકો ત્રસ્ત
- દોઢ વર્ષથી મંજૂર થઈ ગયેલા રોડનું કામ હજુ શરૂ થયું નથી
- અવારનવાર રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાકટરની મનમાની : બ્લેક લિસ્ટ કરવા માંગ
રાજુલા શહેરમાં આવેલો રાજુલા ડુંગર રોડ ચંદા ગેસ્ટ હાઉસ પાસેથી પસાર થાય છે આ રોડ ચેલ્લા ઘણા સમયથી હાલતમાં છે અવારનવાર રજુઆતો કરવા છતાં આ માર્ગ બનાવવામાં આવ્યો નથી ત્યારે વહેીલ તકે આ માર્ગ મંજુર થઈ ગયો હોવા છતાં કેમ બનાવવામાં આવતો આ રોડના બને તેની પાછળ ક્યાં પરિબળો કામ કરે છે તે સમજાતું નથી જેથી વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના રહીશોમાં અને શહેરીજનોમાં ઉઠવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા ડુંગર રોડ ચંદા ગેસ્ટ હાઉસથી જવાય છે જ્યાં દેવકા વિદ્યાપીઠ સહિત વિવિધ શાળાઓનાં બાળકો વહેલી સવારે જતા હોય છે અને કાયમીના ૨૦ ગામના લોકો અહીંથી અવર જવર કરતા હોય છે અને બર્બ તણા રેલવે સ્ટેશનએ જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ચંદા ગેસ્ટ હાઉસથી લઈ અને મહુવા જગાતનાકા સુધી છેલ્લા ઘણા સમયથી રસ્તો છે અવારનવાર રજુઆતો કરવા છતાં હજુ પણ આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી પરિણામે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે આ રસ્તો મંજુર પણ થઈ ગયો છે પરંતુ અમુક પરિબળોના લીધે બનતો નથી તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે ત્યારે વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકોમાં અને શહેરીજનોમાં આંગણે ઉઠવા પામી છે.
પેટા કોન્ટ્રાક્ટની માથાકુટમાં રસ્તો નહીં બનતો હોવાની ચર્ચા
આ માર્ગ ૨૦૨૨ પછી મંજુર કરી દેવામાં આવ્યો છે પરંતુ દોઢ વર્ષ થવા આવ્યું તેમ છતાં હજુ આ માર્ગ બનાવવામાં આવ્યો નથી અને જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાકટરના અંગતહિતના કારણે પેટા કોન્ટ્રાક્ટની માથાકુટમાં આ રસ્તો બનાવતા નથી પરિણામે આ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે આવા લે ભાગુ કોન્ટ્રાકટર જે રાજુલા શહેરનું હિત ઈચ્છતા હોય તેવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી અને તેની એજન્સી રદ કરી અને કામ તેની પાસેથી લઈ અન્ય કોઈ એજન્સીને આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.