રાજકોટ BSNL ટેલીફોન ફરિયાદ નિકાલનો ઈન્દોરની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરાયો
રાજકોટ, તા. 26 સપ્ટેમ્બર 2020, શનિવાર
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સરકારી કંપની બીએસએનએલ ના ટેલીફોન વગેરે ફોલ્ટ ના નિકાલ માટે ઈન્દોરની પ્રતાપ ટેકનોક્રેટ નામની પ્રાઇવેટ કંપની ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ ફરિયાદના નિકાલની મૂળભૂત કામગીરી માં ખાનગીકરણ કર્યા બાદ ઉલટુ ફરિયાદ નિકાલમાં ધાંધિયા વધી ગયા હતા અને લોકોમાં વ્યાપક ફરિયાદો ઉઠી હતી.
જેના પગલે રાજકોટના જુબેલી ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આ કંપનીને અપાય ફરિયાદ નિકાલ નો કોન્ટ્રાક્ટ આજે રદ કરવામાં આવ્યાનું બી.એસ.એન.એલ.ના સૂત્રોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ફરિયાદ નિકાલ માં ખાનગીકરણ કરતા સરકારી કરણમાં ઝડપથી ફરિયાદોનો નિકાલ થતી હતી છતાં જાહેર સાહસોનું ખાનગીકરણ કેમ કરાય છે તે સવાલ પણ લોકોમાં ઉઠ્યો હતો.