બે ફ્લેટમાં જુગારના દરોડા, 7 મહિલા સહિત 14 ઝડપાયા

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
બે ફ્લેટમાં જુગારના દરોડા, 7 મહિલા સહિત 14 ઝડપાયા 1 - image


ગાંધીગ્રામ-૨ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

બંને સ્થળેથી રૃા. ૯૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ :  પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થાય તે પહેલાં જ રાજકોટમાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે. ગઇકાલે રાત્રે જુદા-જુદા બે સ્થળોએ પોલીસે દરોડા પાડી જુગાર રમતાં ૭ મહિલા સહિત કુલ ૧૪ને ઝડપી લીધા હતાં.

નાણાવટી ચોક પાસે શિવ પાર્ક શેરી નં. ૩માં સમન્વય શુભ એપાર્ટમેન્ટ-એ વિંગમાં રહેતા ભારતીબેન દિપકભાઈ સેલાણીના ફલેટમાં ગઇકાલે સાંજે ગાંધીગ્રામ-૨ પોલીસે દરોડો પાડી જુગાર રમતાં રેખાબેન નીલેશભાઈ ભીંડોરા (રહે. મેરી ગોલ્ડ એવન્યુ-૨, ૧૫૦ ફૂટ રિંગ રોડ), ઇલાબેન નાથુભાઈ ઉર્ફે ગોવિંદભાઈ ભીંડોરા (રહે. કેવલમ કિંગ્ડમ એપાર્ટમેન્ટ, વોરા સોસાયટી), દક્ષાબેન રાજેશભાઈ ગોહેલ (રહે. રામેશ્વરપાર્ક-૧, શેરી નં.૫, નાણાવટી ચોક), સ્મિતાબેન શૈલેષભાઈ અમલાણી (રહે. શક્તિ કોલોની બ્લોક નં. ૩૦૩, રેસકોર્સ પાસે), આશાબેન દિપકભાઇ મશરૃ (ઉ.વ.૪૦, રહે. ગોલ્ડન પાર્ક-૨, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે) અને સુકેતાબેન ભગવતભાઈ માકડીયા (રહે. જલારામ-૨, શેરી નં.૫, ગંગોત્રી એપાર્ટમેન્ટ)ને ઝડપી લીધા હતાં.પટ્ટમાંથી રૃા. ૧૫૦૬૦ની રોકડ પોલીસે કબ્જે કરી હતી.

જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે મોડી રાત્રે સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે પેન્ટાગોન એપાર્ટમેન્ટના ઇ વિંગમાં આવેલા ફલેટ નં. ૯૦૩માં દરોડો પાડી જુગાર રમતાં ફલેટ ધારક ભાવેશ રમણીકભાઈ ધામેચા, ઉમેશ અમૃતલાલ સંદાણી (રહે. રવિરત્ન સોસાયટી શેરી નં.૩, યુનિવર્સિટી રોડ), ઋષિરાજ પ્રવિણચંદ્ર કોઠારી (રહે. સદગુરુ પાર્ક, સોમનાથ-૧, શેરી નં.૨, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે), મનોજ ગોરધનદાસ લાલ (રહે. ગાયકવાડી પ્લોટ શેરી નં.૨), સ્મિત કિશનભાઈ જોબનપુત્રા (રહે. ગાયકવાડી શેરી નં.૩), અશ્વિન બચુભાઈ ધાનક (રહે. ગાયકવાડી શેરી નં.૨) અને જગદીશ રમણીકલાલ જીવરાજાની (રહે. સખિયાનગર શેરી નં.૪, એરપોર્ટ રોડ)ને ઝડપી લીધા હતાં. પટ્ટમાંથી ક્રાઇમ બ્રાંચે રૃા. ૭૫ હજારની રોકડ રકમ કબ્જે કરી હતી. 


Google NewsGoogle News