મોરબી જિલ્લામાં ૬ સ્થળે જૂગાર દરોડા, ૩૩ પત્તાપ્રેમીઓ રૃા.૧.૭ર લાખ સાથે ઝબ્બે

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
મોરબી જિલ્લામાં ૬ સ્થળે જૂગાર દરોડા, ૩૩ પત્તાપ્રેમીઓ રૃા.૧.૭ર લાખ સાથે ઝબ્બે 1 - image


મોરબીમાં વીશીપરા, શોભેશ્વર રોડ, ટંકારા-વાંકાનેરમાં દરોડા

પંચાસર-વાવડી રોડ પર ફલેટમાં જૂગાર રમતા ૧૩ શખ્સોને રૃા.૧,૦૩ લાખ સાથે દબોચી લીધા

મોરબી :  મોરબી શહેર તેમજ વાંકાનેર અને ટંકારા પંથકમાં કુલ છ સ્થળે રેડ કરી પોલીસે જુગાર રમતા ૩૩ જુગારીને ઝડપી લઈને રૃા.૧.૭ર લાખ રોકડ રકમ જપ્ત કરી છે. તો ટંકારામાં રેડ દરમિયાન બે ઈસમો નાસી ગયા જેથી વધુ તપાસ ચલાવી છે.

પ્રથમ રેડમાં સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ-વાવડી રોડ વચ્ચે નાની કેનાલ વાળા રસ્તે શિવ પેલેસ એપાર્ટમેન્ટના પહેલા માળે ફ્લેટમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા કલ્પેશ મનસુખ ભોરણીયા સહિત ૧૩ને ઝડપી લઈને રોકડ રકમ રૃ ૧,૦૩,૫૦૦ જપ્ત કરી છે.

બીજી રેડમાં સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિસીપરા કુલીનગર ૨ માં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સાહિલ મહેબુબ મોવર, મુસ્તાક હુશેન સુમરા સહિત સાતને ઝડપી લઈને રોકડ રૃ ૩૨,૪૨૦ જપ્ત કરી છે.  ત્રીજી રેડમાં સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે વિસીપરા લાઈન્સનગરમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા લક્ષ્મણ રવજીભાઈ રેસીયા સહિત ત્રણને ઝડપી લઈને રોકડ રૃ ૧૩,૭૭૦ જપ્ત કરી છે.

ચોથી રેડમાં સીટી બી ડીવીઝન પોલીસ ટીમે શોભેશ્વર રોડ પર કનૈયા પાન દુકાન પાસે રેડ કરી હતી.  જ્યાં આરોપી અફજલ અકબર સમા (ઉ.વ.૨૬) રહે સો ઓરડી શેરી નં ૦૬ મોરબી વાળાને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૃ ૧૨૬૦ જપ્ત કરી છે  પાંચમી રેડમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે  મિલ પ્લોટ ડબલ ચાલીમાં  જુગાર રમતા સિકંદર રાયધન મોવર સહિત પાંચને ઝડપી લઈને રોકડ રૃ ૧૨,૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

છઠ્ઠી રેડમાં ટંકારા પોલીસે ઓટાળા ગામે  કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા અજય બાબુભાઈ છીપરીયા સહિત ચારને ઝડપી લઈને રોકડ રૃ ૧૦,૭૫૦ જપ્ત કરી છે જયારે રેડ દરમિયાન ચતુર રમેશ છીપરીયા અને કેતન ઉર્ફે કનજી જીણાભાઇ છીપરીયા નાસી જતા વધુ તપાસ ચલાવી છે. 


Google NewsGoogle News