Get The App

Raid on horse betting club of Rajkot men, 19 people arrested

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
Raid on horse betting club of Rajkot men, 19 people arrested 1 - image


મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામે એસએમસીનો દરોડો

રૃા.૩પ.૯૭ લાખનો મુદ્દામાલ કબ્જેજુગારીયાઓમાં રાજકોટજામનગરજુનાગઢગોંડલના શખ્સોનો સમાવેશ,

રાજકોટ : મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામે અહેમદ જામાભાઈ સીપાઈની વાડીમાં ધમધમતી ઘોડી પાસાની કલબ ઉપર એસએમસીએ દરોડો પાડી ૧૯ શખ્સોને ઝડપી લીધા હતા. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતાં રજાક ખમીશા સમાએ સાણંદ પંથકના બે શખ્સો સાથે મળી આ જુગારની કલબ ચાલુ કરી હતી. સૌરાષ્ટ્રમાં હાલ એસએમસી ઘોંસ બોલાવતી હોવાથી છેક મહેસાણા પંથકમાં જુગારની કલબ શરૃ કરી હતી.

એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરીયાને મળેલી ચોકકસ બાતમીના આધારે પીઆઈ આર.જી. ખાંટે ગઈકાલે મોડી રાત્રે આ જુગારની કલબ પર દરોડો પાડી સંચાલક રજાક ઉપરાંત જુગાર રમવા આવેલા પરાગ વલ્લભ વડેરા (રાણીપ, અમદાવાદ), નરેન્દ્ર ભગવાનજી પુંજાણી (વેસ્ટ મુંબઈ), હિરેન શૈલેષ તન્ના (રાજકોટ), વિપુલ કાથડભાઈ મૈયડ (રાજકોટ), સોહિલ અશરફભાઈ બેલીમ (રાજકોટ), મોહસીન હબીબભાઈ કાઝી (કાલાવડ, જામનગર), રવિ હિરાભાઈ ઝગડા (જુનાગઢ), ઈરશાદ બકરૃદીન શાહ (અંકલેશ્વર), કાળુ બહાદુરભાઈ કુકરેજા (મુંબઈ), ઈમરાન સલીમ, હારૃન હનીફ હાલ, આદમ હુશેન હાલ (ત્રણેય જૂનાગઢ), મયુર કાથડભાઈ મૈયડ (રાજકોટ), રાજેશ જેન્તીભાઈ વાઘેલા (ગોંડલ), જયેશ શશીભાઈ સાતા (જામનગર), શબ્બીર નુરમહમદ બ્લોચ (જુનાગઢ), ગફાર આદમભાઈ સમા (રાજકોટ) અને અસ્લમ દાઉદભાઈ જાદવ (અગોલ, કડી)ને ઝડપી લીધા હતા.

પટ્ટમાંથી એસએમસીએ રૃા.ર.૪૬ લાખની રોકડ, રર મોબાઈલ ફોન, ૧૦ વાહનો, ઘોડી-પાસા વગેરે મળી કુલ રૃા.૩પ.૯૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસએમસીની તપાસમાં રજાકના ભાગીદારો તરીકે હૈદર પીરૃભાઈ વાઘેલા અને તેના ભાઈ રફીક (રહે. બંને અરણેજ, તા. સાણંદ)ના નામ ખુલ્યા હતા.  

આ બંને ઉપરાંત હબીબ કાળુભાઈ ઠેબા, મોહસીન ગુલાબ વાઘેલા, મહેબુબ (રહે. રાજકોટ), બે ઓટો રીક્ષા, પલસર, બે એકટીવાના ચાલક ઉપરાંત વાડી માલીક અહેમદને એસએમસીએ વોન્ટેડ દર્શાવ્યા હતા. તપાસ દરમિયાન એસએમસીને જાણવા મળ્યું કે છેલ્લા ૧પ દિવસથી આ કલબ ધમધમતી હતી. સંચાલક રજાક અગાઉ જુગારના કેસમાં પકડાઈ ગયાનું પણ એસએમસીના સૂત્રોએ જણાવ્યું હતું. 

rajkotraid

Google NewsGoogle News