ઇમિટેશનનાં કારખાનામાં દરોડો, જુગાર રમતા છ શખ્સો ઝબ્બે

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
ઇમિટેશનનાં કારખાનામાં દરોડો, જુગાર રમતા છ શખ્સો ઝબ્બે 1 - image


સામાકાંઠાના સંત કબીર રોડ પર

અન્ય ત્રણ દરોડામાં કુલ ૧૩ શખ્સો જુગાર રમતાં પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ :  શહેરમાં શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. વધુ ચાર દરોડામાં પોલીસે કુલ ૧૯ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં સંત કબીર રોડ પર ઇમીટેશનના કારખાનામાં એલસીબી ઝોન-૧ના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતાં કુલ છ શખ્સોને રૃા. ૬૦,૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

 જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં કારખાનાના માલિક આકાશ સવજીભાઈ ડોબરીયા (રહે. રત્નદીપ સોસાયટી શેરી નં. ૪, પેડક રોડ), અશ્વિન બાબુભાઈ કમાણી (રહે.બ્રાહ્મણીપરા), ભૌતિક જયંતિભાઈ સુદાણી (રહે. લાખેશ્વર સોસાયટી શેરી નં.૧), જીતેન્દ્ર હંસરાજભાઈ સુદાણી (રહે. રત્નદીપ સોસાયટી શેરી નં. ૪), બિપીન રામજીભાઈ કિયાડા (રહે. ઓમ પાર્ક શેરી નં.૨, મોરબી રોડ) અને ભરત ભીમજીભાઈ ગાજીપરા (રહે. રત્નદીપ સોસાયટી શેરી નં.૨)નો સમાવેશ થાય છે.

જ્યારે પ્ર.નગર પોલીસે ચૌધરી હાઇસ્કૂલ પાસે ઉમેશ કોમ્પ્લેક્સ નજીક આજે બપોરે જાહેરમાં જુગાર રમતાં જાવીદ સલીમભાઈ મકવાણા (રહે. ધ્રોલ), નીલેશ મનસુખભાઈ ચૌહાણ (રહે. ભગીની ટાઉનશીપ, રેલનગર), યુનુસ હારૃનભાઈ મુનરાઇ (રહે. બેડેશ્વર, તા. જામનગર) અને સરફરાઝ હુસેનભાઈ શેખ (રહે. મોચીબજાર ખાટકીવાસ)ને ઝડપી લઇ રૃા. ૧૯૫૦ની રોકડ કબ્જે કરી હતી.

આ ઉપરાંત ગાંધીગ્રામ-ર પોલીસે રૈયાધાર મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતાં રાવત ધારશીભાઈ વાજેલીયા, વિપુલ રમેશભાઈ રેવર, પ્રવિણ મનસુખભાઈ વાજેલીયા અને રાજ બાબુભાઈ વાજેલીયા (રહે. ચારેય રૈયાધાર)ને રૃા.૪૪૩૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં ક્રાઈમ બ્રાંચે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૃપતિ બાલાજી સોસાયટી શેરી નં.૧માં રહેતાં કમલેશ દામજીભાઈ મોલીયાને ત્યાંથી જુગાર રમતાં વિવેક ઉર્ફે લાલુ રાજેશભાઈ વીસોડીયા (રહે. ઘનશ્યામ બંગ્લોઝ, રેલનગર), હરેશ રાજુભાઈ મકવાણા (રહે. નવાગામ, રંગીલાપાર્ક), કિશોર નટવરભાઈ વીરસોડીયા (રહે. ગાયત્રીધામ સોસાયટી શેરી નં.૬, જામનગર રોડા) અને કરશન નટવરભાઈ વીરસોડીયા (રહે. ઘનશ્યામ બંગ્લોઝ, રેલનગર)ને રોકડા રૃા.ર૬ હજાર અને મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૃા.પ૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 


Google NewsGoogle News