પાણી-ઊર્જા માટે મટીરીયલ-મેમ્બ્રેન પર આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
પાણી-ઊર્જા માટે મટીરીયલ-મેમ્બ્રેન પર આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ 1 - image


- ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ખાતે

- મેમ્બ્રેન ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન સહિતના વિષયો પર ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં થશે વિચારોનું આદાન-પ્રદાન 

ભાવનગર : કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રીસર્ચ (સીએસઆઈઆર)ની ભાવનગર સ્થિત લેબોરેટરી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટીટયૂટ ખાતે આજથી ત્રિ-દિવસીય 'પાણી અને ઊર્જા માટે મટીરીયલ અને મેમ્બ્રેન પર આંતરરાષ્ટ્રીય પરિષદ'નો પ્રારંભ થયો છે. 

આજે કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર ટી. પ્રદીપ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે મનનીય વક્તવ્ય આપ્યું હતું અને કોન્ફરન્સની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સનો હેતુ એ છે કે, ભારત મેમ્બ્રેન ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, વોટર ટ્રીટમેન્ટ અને પ્યુરિફિકેશન અને ગ્રીન હાઇડ્રોજનમાં ઉભરતી મટીરીયલમાં નવીનતાઓમાં અગ્રેસર બનવાની ઈચ્છા ધરાવે છે ત્યારે તે માટે જ્ઞાાનનું આદાનપ્રદાન કરવું અને હિતધારકો વચ્ચે ચર્ચા કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. 

તા. ૧૨ જૂલાઈ સુધી ચાલનાર આ કોન્ફરન્સમાં સહભાગીઓ માટે પાણી અને ઉર્જા માટે મટીરીયલ અને મેમ્બ્રેન ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવીનતમ એડવાન્સિસ, શોધો અને તકનીકોની ચર્ચા કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ ઈવેન્ટ આંતરશાખાકીય છે જે મૂળભૂત સિદ્ધાંતો, પદ્ધતિઓ, ડિઝાઇન વિચારો, તકનિકી નવીનતાઓ, ટકાઉપણાની ચિંતાઓ, કૌશલ્ય લાભો અને સરકારી નીતિઓને આવરી લેશે. આ ઈવેન્ટમાં ત્રણ દિવસ દરમિયાન જાપાન, યુકે, દક્ષિણ કોરિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સિંગાપોર, ઈઝરાયેલ અને ભારતના ૨૫૦થી વધુ પ્રતિનિધિઓની ૬૦ આમંત્રિત મંત્રણાઓ થશે તેમજ વિવિધ સીએસઆઈઆર પ્રયોગશાળાઓ, આઈઆઈટીસ, એનઆઈટીસ, કેન્દ્રીય અને રાજ્ય યુનિવસટીઓના સંશોધન વિદ્યાર્થીઓ મૌખિક સત્રો તેમજ પોસ્ટર સત્રોમાં સંશોધન પત્રો રજૂ કરશે. 

આ કોન્ફરન્સ આજના વૈશ્વિક વ્યાપારી વાતાવરણમાં સેક્ટરમાં વૃદ્ધિને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, એક જ છત નીચે મોટા લક્ષ્ય પ્રેક્ષકોને જોડવા માટેનું પ્લેટફોર્મ પ્રદાન કરશે. 


Google NewsGoogle News