ભાવ. જિલ્લાકક્ષાના કલામહાકુંભની વિવિધ સ્પર્ધાના પરિણામો જાહેર
- વિવિધ 9 કૃતિઓમાં સ્પર્ધકોની સંખ્યા ન થતા મુલત્વી રહી
મળતી વિગતો મુજબ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અલગ અલગ ચાર વયજૂથમાં કલામહાકુંભ અંતર્ગત ગ્રામ્ય જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ તાજેતરમાં શિશુવિહાર સંસ્થા ખાતે યોજાઇ હતી જેમાં નિર્ણાયકો દ્વારા સ્કૃટિની બાદ આખરી પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ બેન્ડ ૬ થી ૧૪ વર્ષમાં બાપા આશ્રમ સોનગઢ પ્રથમ આવેલ. રાસમાં (૬ થી ૧૪) પીપરલા પ્રા.શાળા તળાજા, રાસ (૧૫ થી ૨૦)માં ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા સિહોર, ગરબા (૬ થી ૧૪)મા અને (૧૫ થી ૨૦)માં કન્યા વિદ્યાલય વળાવડ સિહોરનો પ્રથમ નંબર આવેલ. કથ્થક (૬ થી ૧૪)માં ગૌસ્વામી બંસી જે મોડલ સ્કૂલ સિદસર, કથ્થક (૧૫ થી ૨૦)માં વડગામા બંસિકા વી, ભરતનાટયમ (૬ થી ૧૪)માં ગોહિલ માનસી મહુવા, એકપાત્રીય અભિનય (૬ થી ૧૪)માં પરમાર ઉજવલ તળાજા, ગોહિલ મહેશ્વરીબા ઉદયસિંહ ભાવનગર, (૨૧ થી ૫૯)માં ડો.માનસી ત્રિવેદી ઘોઘા પ્રથમ આવેલ. સમુહ ગીત (૬ થી ૧૪)માં બાપા આશ્રમ સોનગઢ, સિહોર (૧૫ થી ૨૦)માં બાપા આશ્રમ સોનગઢ, લગ્નગીત (૬ થી ૧૪)માં મકવાણા માનસી આર. મહુવા, (૧૫ થી ૨૦)માં સાંખટ સરિતા ડી. મહુવા, (૨૧ થી ૫૯)માં બારૈયા જયશ્રીબેન મહુવા, સર્જનાત્મક કારીગરી (૬ થી ૧૪) ગોહિલ અંજલી ગોધા ઇંગ્લીશ સ્કૂલ, (૧૫ થી ૨૦)માં સેજલબેન બી. મકવાણા ભાદ્રોડ, ચિત્રકલા (૬ થી ૧૪)માં ઢાપા તુલસીબેન એમ. ભાવનગર, (૧૫ થી ૨૦) કંટારીયા ઇશા જે. સિહોર, કાવ્ય લેખન (૧૫ થી ૨૦)માં કવિતાબેન ડી. ચુડાસમા ભુંભલી, (૨૧ થી ૫૯)માં મહમદ રિયાઝ મહુવા, નિબંધ લેખન (૬ થી ૧૫)માં વૈભવ કે. મકવાણા પાલિતાણા, (૧૫ થી ૨૦)માં ભૂમિકા ગોહિલ સિહોર વક્તૃત્વ ૬ થી ૧૪માં દર્શના ચકાણી, મહુવા, ૧૫ થી ૨૦માં નિધીબા કે. ગોહિલ વલ્લભીપુર, લોકનૃત્ય ૬ થી ૧૪માં ઘોઘા કન્યાશાળા, ૧૫ થી ૨૦માં જે.જે. મહેતા સિહોર, ૨૧ થી ૫૯ શિક્ષક ગૃપ સિહોર, લોકગીત ભજન ૬ થી ૧૪)માં પાર્થ એલ. દિહોરા તળાજા, ૧૫ થી ૨૦ વર્ષમાં રાજવિરસિંહ આર. પરમાર વલ્લભીપુર, ૨૧ થી ૫૯માં વિષ્ણુ મકવાણા તળાજા, લોકવાર્તા ૬ થી ૧૪માં પાર્થ વામનભાઇ પંડયા પીપરલા પ્રા.શા., ૧૫ થી ૨૦માં મિલન વાઢેર સરતાનપર, દોહા છંદ ૬ થી ૧૪માં વિશ્વાસ કંડોળીયા ભંડારિયા, ૧૫ થી ૨૦માં યુવરાજદાન એમ. કુંચાલા ટીમાણા, સુગમગીત ૬ થી ૧૪ સંધ્યા યુ. જાદવ ભાવનગર, ૧૫ થી ૨૦માં આયુષ ડાઘ સિહોર, ૨૧ થી ૫૯માં હરેશ ભંમર મહુવા, શાસ્ત્રીય કંઠય ૨૧ થી ૫૯મા હિતેષ લોઢીયા પાલિતાણા, ઓરગન ૬ થી ૧૪માં દર્શીલ વોરા, ૧૫ થી ૨૦માં ધાર્મિક શાહ, તબલા ૬ થી ૧૪માં જય જાખરીયા સિહોર, ૧૫ થી ૨૦માં નગડા રાજ મનોજભાઇ સિહોર, ૨૦ થી ૫૯માં દુધરેજીયા દર્શન તળાજા, હાર્મોનિયમ ૬ થી ૧૪માં વિસરી નિર્વાણ સિહોર, ૧૫ થી ૨૦ વર્ષમાં વોરા વીર જીતેન્દ્રભાઇ સિહોર, ૨૧ થી ૫૯ વર્ષમાં દુધરેજીયા વિશલ વિષ્ણુદાસ પાલિતાણાનો પ્રથમ ક્રમ આવેલ. જ્યારે ૯ સ્પર્ધામાં સ્પર્ધકો થયા ન હતાં.