Get The App

જિલ્લાના આંગણવાડી, આશા વર્કર, ફેસીલીએટરોના પડતર પ્રશ્ને રજૂઆત

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
જિલ્લાના આંગણવાડી, આશા વર્કર, ફેસીલીએટરોના પડતર પ્રશ્ને રજૂઆત 1 - image


- પડતર પ્રશ્ન હલ નહી થતા કર્મચારીઓમાં ભભુકતો રોષ 

- પગાર વધારો, લઘુતમ વેતન, નિવૃતિ વય મર્યાદા સહિતના પ્રશ્ને કર્મચારીઓનુ આંદોલન યથાવત 

ભાવનગર : ભાવનગર સહિત રાજ્યભરના આંગણવાડી, આશા વર્કર, ફેસીલીએટરોના પડતર પ્રશ્ને ધારાસભ્યો-સાંસદોને રજુઆત કરાઈ હતી. પગાર વધારો, લઘુતમ વેતન, નિવૃતિ વય મર્યાદા સહિતના પ્રશ્ને કર્મચારીઓનુ આંદોલન યથાવત રહેશે. પડતર પ્રશ્ન હલ નહી થતા કર્મચારીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. 

ગુજરાતનાં ૨૭ જીલ્લાનાં ૧ લાખથી વધુ આંગણવાડી વર્કરો - આશા વર્કરો- ફેસીલીએટરોએ ગત તા. ૧૬-૧૭ ફેબૂ્રઆરી બે દિવસ સજજડ બંધ રાખી જીલ્લા તાલુકા મથકોએ ૩૦ હજજાર બહેનોએ રેલી-ધરણાં-પડાવનાં કાર્યક્રમો યોજયા બાદ આંદોલન ચાલુ રાખેલ છે. તાકીદે મંત્રી કક્ષાની બેઠક યોજીને લાંબા સમયથી પડતર પ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે ગત તા. ૧૯ થી તા. ૨૩ દરમિયાન ૧૧૪ જેટલા ભાજપ-કોંગેસ અને આપ પાર્ટીનાં ધારાસભ્યો-૮ જેટલા કેબીનેટ મંત્રીઓ અને ૧૫ જેટલા સાંસદોને તેમની સ્થાનીક ઓફીસે રૂબરૂ જઈને રજુઆતો કરી છે. બજેટ પહેલા આ નેતાઓને આ બહેનોએ પ્રશ્નો સાથું આવેદન આપેલ હતું.

આંગણવાડી તથા આશા વર્કર-હેલ્પર તથા આશા વર્કર-ફેસીલીએટર બહેનો કેન્દ્ર સરકારનો પ્રોજકટ હોવા છતાં ૨૦૧૮થી કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષમાં કોઈ જ પગાર વધારો કે ઈન્સેન્ટીવ (વળતર)નો વધારો અપાયો ન હોવાની, ઈન્સેન્ટીવ તથા બીલોની રકમો દર મહિને નિયમિત ચૂકવાતી ન હોવાથી, ગુજરાત સરકાર દ્વારા શ્રમજીવીને મળતુ લઘુતમ વેતન પણ આપતી ન હોવાથી, આશા વર્કરમાંથીફેસીલીએટરનાં પ્રમોશન અપાત ન હોવા, અન્ય રાજયોમાં નિવૃતિ વય મર્યાદા ૬૦ હોવા છતાં ગુજરાતમાં ૫૮ છે, બધુજ કામ ડીઝીટલ કરાવાતુ હોવા છતાં પાંચ વર્ષથી ડબલા થઈ થયેલ મોબાઈલ વચન, આપ્યા છતાં નહી અપાતા હોવા સહિતની ફરિયાદ સાથે પોતાની માંગણીઓ માટે રજુઆત, લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલ છે. માંગણીઓ માટે સરકાર કોઈ જ બેઠક ન યોજે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગામી તા. ૨૫/૨/૨૦૨૪ ની બેઠકમાં નિર્ણયો કરાશે. 


Google NewsGoogle News