ધંધુકા ખાતે યોજાનારા 111 દિકરીઓના સમુહ લગ્નોત્સવની તડામાર તૈયારીઓ
- સર્વજ્ઞાતીય સમુહ લગ્ન તેમજ તુલસી વિવાહ મહોત્સવ ઉજવાશે
- ઠાકોરજીની જાન નાગનેશધામના મોટા રામજી મંદિરેથી વાજતે-ગાજતે પધારશે, મહાનુભાવોનું સન્માન કરાશે
ધંધુકામાં યુવા બ્લડ ડોનેટ ગૃપના ઉપક્રમે તા.૫.૧૧ શનિવારે સાંજે ૭ કલાકે તુલસી વિવાહ મહોત્સવ તેમજ તા.૬.૧૧ ના ૧૧૧ દિકરીઓના સમુહ લગ્નોત્સવ ધુમધામથી ઉજવાશે. તા.૫.૧૧ ને શનીવારે તુલસી વિવાહ અંતગર્ત સાંજે ૫ કલાકે ઠાકોરજીની જાન મોટા રામજી મંદીર નાગનેશ ધામથી લઈને પધારશે. ૧૦૦૮ સૌભાગ્યવતી બહેનો દ્વારા તુલસી પરણાવાશે.તુલસી માંનુ મામેરૂ બપોરે ૩.૩૦ કલાકે પધારશે તેમજ તા.૬ ના સનાતન હિન્દુ ધર્મના ચાર વેદ યર્જુવેદ, સામવેદ, અર્થવવેદ, ગવેદનું પુજન, નવદુર્ગા સ્વરૂપ ૯ કુંવારી કન્યાનું પુજન, ભારતીય ધર્મ સંસ્કૃતીના રક્ષક સંતોનુ પુજન, ભારત માતાના રક્ષણ માટે શહિદી વહોરનાર શહિદના પરિવારનુ પુજન, ચારણદેવ,રાષ્ટ્રવાદી લોક સાહિત્યકાર તેમજ ગૌ માતાનુ પ્રત્યક્ષ પુજન કરાશે. આ સાથે અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ પોતાનુ રાજય ભારતમાતા કાજે અર્પણ કરનાર રાજવી પરિવારના યુવરાજનુ પુજન પણ થશે. આ મહોત્સવમાં સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે આ સમુહ લગ્નમહોત્સવને સફળ બનાવવા માટે યુવાનો અને વડીલો જહેમત ઉઠાવી રહ્યા છે.