પોરબંદર જિલ્લા કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના પાંચ બનાવ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
પોરબંદર જિલ્લા કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના પાંચ બનાવ 1 - image


પોરબંદર, સાતકડી, ફટાણા, ઓડદર, દેવડામાં બનાવ

ચાર વ્યક્તિઓનો આપઘાત, ઝેરી દવાની અસરથી યુવાનનું મોત

પોરબંદર: પોરબંદર જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ ૨૪ કલાકમાં અપમૃત્યુના ૫ બનાવ નોંધાયા છે. જેમાં પોરબંદર, સાતકડી, સીમ, ફટાણા સીમ અને ઓડદરમાં ચાર વ્યકિતઓએ આપઘાત કર્યા હતા, જ્યારે દેવડા ગામે પાકમાં છાંટવાની ઝેરી દવાની અસરથી યુવાનનું મોત થયું છે. 

પોરબંદરના સીતારામ નગર વિસ્તારમાં રહેતા માંકીબેન ઉગાભાઇ ઓડેદરા (ઉ.વ. ૭૫)ને શરીરમાં ખંજવાળની બીમારી હતી અને તેનાથી કંટાળીને એસીડ પી લેતા સારવાર દરમ્યાન ભાવસિંહજી હોસ્પિટલમાં મોત થયું છે.

આદીત્યાણા હાઈસ્કુલની સામે રહેતા પુંજાભાઈ સામળાએ રાણાવાવ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે, સાતકડી સીમમાં રહેતા કાના ભુરાભાઈ સામળાનું મગજ ચંચળ હોય અને નાની નાની વાતમાં ગુસ્સે થઇ જતા હતા. તથા ગુમસુમ પણ રહ્યા હતા. જેના કારણે પોતાની મેળે તેની વાડીએ ગળાફાંસો ખાઈને કાનાએ આપઘાત કરી લીધો છે.

ફટાણાની સીમમાં રહેતા અરજનભાઈ ઓડેદરાએ બગવદર પોલીસસ્ટેશનમાં એવું જાહેર કર્યું છે કે, ગીગાજી જીવાજી ઓડેદરા  (ઉ.વ.૭૨) બે વર્ષ પહેલા પેરાલીસીસનો એટેક આવ્યો હતો જેનાથી કંટાળી જઈને ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. અને પોરબંદરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

ઓડદર ગામના પ્રવીણ ગોવિંદભાઈ સાદિયા (ઉ.વ.૨૨) તે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે તેમનું મોત નીપજ્યું છે.

દેવળાના નવા વાસમાં રહેતા અને ખેતમજુરી કરતા મોહનભાઈ ખાવડાએ કુતિયાણા પોલીસમાં એવું જાહેર કર્યું છે કે,જીતેશ કરશનભાઇ ખાવડા (ઉ.વ.૪૫) વાડીએ પાકમાં ઝેરી દવા છાટતો હતો. અને એ દરમિયાન તેણે ઝેરી અસર થઇ જતા સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલ લવાયો હતો. ત્યાં તેમનું મોત નીપજ્યું છે.


Google NewsGoogle News