Get The App

ભાવનગર શહેરમાં અલગ-અલગ સ્થળે પોલીસે રેડ કરી 459 બોટલ દારૂ પકડયો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
ભાવનગર શહેરમાં અલગ-અલગ સ્થળે પોલીસે રેડ કરી 459 બોટલ દારૂ પકડયો 1 - image

ભાવનગર શહેરમાં અલગ-અલગ સ્થળે પોલીસે રેડ કરી 459 બોટલ દારૂ પકડયો 2 - image

- લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગંગાજળિયા પોલીસના દરોડા

- પોલીસે વિદેશી દારૂની બોટલ મોબાઈલ મળી કુલ રૂ. 90 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો, 3 શખ્સ ઝડપાયા, 2 બુટલેગર ફરાર

ભાવનગર : ભાવનગર શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગંગાજળિયા પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા કરી વિદેશી દારૂની ૪૫૯ બોટલો કબજે કરી ત્રણ શખ્સ ઝડપાયા હતા.જ્યારે બે શખ્સ પોલીસને થાપ આપી નાસી છૂટયા હતા.

પોલીસે કરેલા અલગ અલગ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ગત રાત્રિના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ઘોઘા જકાતનાકા, અખિલેશ સોસાયટીમાં રહેતા રાહુલ ભુપતભાઈ જેઠવાના ઘરની બહાર જાહેર રસ્તા ઉપર રાખેલ તેના મંડપના સામાનની આડમાં છુપાવેલા વિદેશી દારૂની નાની મોટી ૧૫૭ બોટલ, કિં. રૂ.૫૮,૦૮૦ કબજે કરી દારૂનો જથ્થો લાવનાર રાહુલ ભુપતભાઈ જેઠવા વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બીજા બનાવમાં ભાવનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના વિઠ્ઠલવાડી, બજરંગદાસ પેટ્રોલ પંપની સામે રોડ પરથી દીપક ઉર્ફે દીપુ નાથાભાઈ બારૈયા ( રહે. રજપુત સોસાયટી, વીમા હોસ્પિટલ પાસે, આનંદનગર ) ને વિદેશી દારૂની ૬૦ બોટલ, કિં. રૂ.૧૨,૨૪૦ તેમજ એક મોબાઇલ ફોન,થેલો મળી કુલ રૂ.૧૭,૪૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેની વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજા દરોડામાં ભાવનગરના આડોડીયાવાસ, આનંદનગર રોડ, ડબલ થાંભલા પાસે આવેલ પ્રદીપ ઉર્ફે પપ્પુ હરેશભાઈ રાઠોડના મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ ૨૩, કિં. રૂ.૫,૩૧૫ કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ શખ્સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.જ્યારે ચોથા દરોડામાં ભાવનગરના બાર્ટન ચોક, નાની માજીરાજ શાળા પાછળ આવેલ મણીયાર શેરીમાં રહેતા આદિત્ય ઉર્ફે મુન્નો મહેન્દ્રભાઈ લંગાળીયાના મકાનમાં ગંગાજળિયા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૦૨ બોટલ, કિં. રૂ.૪૦૦૦ સાથે આદિત્ય ઉર્ફે મુન્નાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.પાંચમા દરોડામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશન પાસે આવેલ આકાર હોટલ સામે વોચ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલ અરજણ માધાભાઇ  મકવાણા ( રહે.તિલકનગર મેલડી માતાના મંદિર પાસે આડોડીયાવાસ) ને અટકાવી સાથે રાખેલા રહેલા થેલાની તલાશી લેતા વિદેશી દારૂની ૨૧૫ બોટલ મળી આવતા પોલીસે અરજણ ને વિદેશી દારૂની ૨૧૫ બોટલ કિંમત રૂ.૧૬,૦૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News