પેટ્રોલ, ડીઝલ અને ડામરની ચોરીનું કારસ્તાન પકડાયું, બેની ધરપકડ
પીપાવાવ બંદર નજીકથી
એસએમસીની કાર્યવાહી, કુલ રૃા.૩૪ લાખનો મુદ્દામાલ કબજેઃ મુખ્ય સૂત્રધાર સહિત ચારની શોધખોળ
એસએમસીના પીએસઆઇ ચંદ્રસિંહ પરમારે મળેલી ચોક્કસ બાતમીના
આધારે રાજુલા, પીપાવાવ
ચોકડીથી પીપાવાવ પોર્ટ તરફ જતાં રસ્તા પર આવેલી રાજધાની હોટલના કમ્પાઉન્ડમાં દરોડો
પાડી ત્યાંથી ૧૨૫૫૦ લીટર ડીઝલ,
૩૦૦ લીટર પેટ્રોલ અને ૧૯ ટન ડામર સાથે બે આરોપી દિગ્વીજય ભૂપતભાઇ ખુમાણ (રહે. મેવાસ, તા. સાવરકુંડલા)
અને સલીમ અનવરખાન પઠાણ (રહે. મહુવા)ને ઝડપી લીધા હતા.
સ્થળ પરથી એસએમસીએ એક ટેન્કર, એક કાર,
ઇલેકટ્રીક મોટર, ત્રણ મોબાઇલ
ફોન, રૃા.૩૩૯૭૦ની
રોકડ, ડીસ્પેન્સર
મશીન વગેરે મળી કુલ રૃા.૩૪.૧૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં મુખ્ય સુત્રધાર તરીકે જયરાજ
બિશુભાઇ વાળા (રહે. રાજુલા),
દિપક ઘનશ્યામ (રહે. રાજુલા),
જાલમ ભગુભાઇ બાબરીયા (રહે. રાજુલા) અને મહેશ મારવાડી (રહે. રાજસ્થાન)ના નામ
ખુલ્યા હતા.
એસએમસીના સુત્રોએ જણાવ્યું કે પીપાવાવ બંદરે આવતા ડીઝલ, પેટ્રોલ અને ડામરની આરોપીઓ ચોરી કરી તેને વેચતા હતા. આ તમામ વસ્તુઓના જે કન્ટેનર આવતા તેના સીલને થોડુંક ઉંચુ કરી અંદર પાઇપ સેરવી ચોરી કરતાં હતાં.