Get The App

BoM ની બહાલીની અપેક્ષાએ યુનિ.નું રૂા. 250 કરોડનું બજેટ અંતે મંજૂર

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
BoM ની બહાલીની અપેક્ષાએ યુનિ.નું રૂા. 250 કરોડનું બજેટ અંતે મંજૂર 1 - image


- યુનિવર્સિટીના કર્મચારીઓને પગાર પ્રશ્ને હાશકારો

- એકેડેમિક કાઉન્સીલ તથા બીઓએમની બહાલીની અપેક્ષાએ ડિસે.-૨૩ની 11489 તથા માર્ચ 24 ની 1935 ડીગ્રી મંજૂર

ભાવનગર : એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં નવા કાયમી કુલપતિની નિમણૂક થઇ હોવા છતાં હાજર નહીં થતા યુનિ.નું બજેટ તથા ડિગ્રી વાર્ષિક હિસાબોની મંજુરીનો પ્રશ્ન અટક્યો હતો. જો કે, સંકલન સાધી અંતે ઇનચાર્જ કુલપતિ દ્વારા યુનિવર્સિટીનું વર્ષ ૨૪-૨૫નું ૨૫૦ કરોડનું બજેટ અને ડિસે. ૨૩ તથા માર્ચ ૨૪ની ડીગ્રી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બહાલીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવી હતી.

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં બે વર્ષના લાંબા અંતરાય બાદ કાયમી કુલપતિની નિમણૂક થવા પામી હતી. સાથો સાથ નવી શિક્ષણ નીતિ અને બોર્ડની પણ રચના ઇનચાર્જ કુલપતિના અધ્યક્ષ સ્થાને થઇ. જો કે, યુનિવર્સિટીનું વર્ષ ૨૪-૨૫નું બજેટ મંજૂર નહીં થતા કર્મચારીના પગારનો પ્રશ્ન આવી ચડયો હતો. જો કે, ઇનચાર્જ કુલપતિ કાયમી કુલપતિ હાજર થાય તેની રાહમાં આ મહિનો પૂર્ણ થવાને આરે પહોંચ્યો હતો તેવા સમયે નિર્ણય કરવા ફરજીયાત હોય આજે ઇનચાર્જ કુલપતિ દ્વારા યુનિવર્સિટીના વર્ષ ૨૨-૨૩ના વાર્ષિક હિસાબોને તેમજ યુનિ.ના વર્ષ ૨૪-૨૫ના ૨૫૦ કરોડના બજેટને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બહાલીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડીગ્રી, કોન્વોકેશન કરવા માટે એકેડેમિક કાઉન્સીલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં બાબત રજૂ રાખી ડીગ્રી એનાયત કરવાની હોય છે જે અંગે વિદ્યાર્થી હિત ધ્યાને રાખી આચારસંહિતા અમલમાં હોય કોન્વોકેશન થઇ શકે તેમ ન હોય એકેડેમિક કાઉન્સીલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બહાલીની અપેક્ષાએ ડિસેમ્બર ૨૦૨૩ના સેશનની ૧૧૪૮૯ ડીગ્રી તથા માર્ચ ૨૦૨૪ના સેશનની ૧૯૩૫ ડિગ્રી મંજૂર કરવામાં આવી હતી. આમ કર્મચારીના પગારનો અને વિદ્યાર્થીની ડીગ્રીનો પ્રશ્નનું બહાલીની અપેક્ષાએ અંતે નિરાકરણ આવ્યું હતું. જો કે, હજુ સુધી નવા કાયમી કુલપતિ ક્યારે હાજર થવાના છે જે અંગે કોઇ અધિકારીગણ વિશ્વાસ સાથે જણાવી શક્યા નથી.


Google NewsGoogle News