Get The App

ગ્રેસીંગ માર્ક સાથે પાસ વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ લઈ શકશે

Updated: Nov 8th, 2021


Google NewsGoogle News
ગ્રેસીંગ માર્ક સાથે પાસ વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ લઈ શકશે 1 - image


- એસ.એસ.સી. બાદ કારકિર્દીની ઉજ્જવળ તક

- શિક્ષણ વિભાગનાં નિર્ણયથી કોલેજોની સીટી પણ ભરાશે અને વિદ્યાર્થી કેરીયર પણ બનાવી શકશે

ભાવનગર : કોરોના કાળમાં બોર્ડની વગર પરીક્ષાએ ગ્રેસીંગ સાથે ધો. ૧૦માં વિદ્યાર્થીઓને પાસ કરાયા હતા જ્યારે આ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો અને ગ્રેસીંગ માર્કસ સાથે પાસ થયેલ વિદ્યાર્થી ડિપ્લોમાના વિવિધ કોર્સમાં એડમીશન લઈ શકશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રીએ કરી હતી.

ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં ગ્રેસિંગ માર્ક સાથે ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓનું કોઈ ભવિષ્ય ન હતું. આ વિદ્યાર્થીઓના હિતની ચિંતા નવાં વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગ્રેસિંગ માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને ડિપ્લોમાંના વિવિધ કોર્સ માટે જોડાઈ પોતાની કેરીયર ડેવલપ કરી શકે એવો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજ સુધી એસ.એસ.સી. બોર્ડમાં ગ્રેસિંગ માર્કે સાથે ઉતિર્ણ થનારા છાત્રો માટે યોગ્ય કેરિયરમાં આગળ વધવા માટે કોઈ ઉચિત વિકલ્પ ન હતો, ત્યારે દર વર્ષે ૩૦ હજારથી વધુ ગુજરાત એસ.એસ.સી. બોર્ડના વિદ્યાર્થીઓને લાભ થાય અને ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરી શકે એવો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ મંત્રીએ જાહેર કર્યો છે.

આ અંગે સત્તાવાર જાહેરાત સાથે જણાવ્યું હતું કે, એસ.એસ.સી. બોર્ડ બાદ એટલે કે ધોરણ ૧૦ માં ફક્ત સારી ટકાવારી વિના પાસ થયા બાદ વધુ અભ્યાસ કે અન્ય ઉચ્ચ ફેકલ્ટીમાં કેરિયર બનાવવા માટે પાસિંગ ગ્રેડ આધારિત કોઈ જ વિકલ્પ ન હતો. ત્યારે દર વર્ષે રાજ્યની અનેક કોલેજોમાં ડિપ્લોમાં ફેકલ્ટીમાં સીટો પણ ખાલી પડી રહેતી હતી. આથી આ વર્ષે ધોરણ ૧૦ એસ.એસ.સી. બોર્ડમાં પાસિંગ ગ્રેડ સાથે ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં ફેકલ્ટીમાં જોડાઈને આગળ પોતાની કારકિર્દી-કરિયર વધુ સારી રીતે ડેવલપ કરી શકશે. અને કોલેજોમાં સીટો પણ ખાલી પડી નહીં રહે અને યુવાઓ પોતાની એજયુકેશન લાઈફ સારી રીતે બનાવી શકશે.


Google NewsGoogle News