Get The App

ભાવનગરમાં બાળપ્રતિભા શોધ સ્પર્ધાનુ આયોજન

Updated: Sep 20th, 2022


Google NewsGoogle News
ભાવનગરમાં બાળપ્રતિભા શોધ સ્પર્ધાનુ આયોજન 1 - image


- 7 થી 13 વર્ષના બાળકો માટે 3 વિભાગમાં સ્પર્ધા યોજાશે 

- લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય વગેરે સ્પર્ધા યોજાશે : તા. 25 મી સુધીમાં અરજી કરવાની રહેશે 

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં આગામી દિવસોમાં બાળપ્રતિભા શોધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે અને ત્રણ વિભાગમાં સ્પર્ધા યોજાશે. બાળપ્રતિભા શોધમાં લોકનૃત્ય, લગ્નગીત સહિતની સ્પર્ધાઓ યોજાશે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારોએ સમયસર અરજી કરવાની રહેશે. 

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેર કક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવનાર છે. આગામી તા. રપ સપ્ટેમ્બર ર૦રર સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી, ભાવનગર ખાતે ફોર્મ મેળવીને જરૂરી માહિતી ભરીને પ્રવેશપત્ર પરત મોકલી આપવાના રહેશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોકવાર્તા, લોકવાદ્ય સંગીત, નિબંધ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, દોહા-છંદ-ચોપાઈ વગેરે સ્પર્ધા યોજાશે. 

શહેરકક્ષા-જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર શહેર-ગ્રામ્યનુ પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં અગાઉ જણાવ્યા મુજબ ૭ થી ૧૪ વર્ષના બાળ કલાકારો માટેની સ્પર્ધાઓ ત્રણ વિભાગમાં યોજાનાર હતી પરંતુ વડી કચેરીના છેલ્લા ઠરાવ મુજબ નિયમોને ધ્યાનને લઈ ૭ થી ૧૩ વર્ષના બાળ કલાકારો માટે (અ, બ અને ખુલ્લો) સ્પર્ધાનુ આયોજન કરવામાં આવશે. બાળપ્રતિભા શોધ સ્પર્ધા વિશે વધારે માહિતી માટે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવનનો સંપર્ક કરવાનો રહેશે તથા ડીએસઓના બ્લોગ પરથી માહિતી મેળવી શકાશે. બાળપ્રતિભા શોધ સ્પર્ધા જીતવા માટે કલાકારો વચ્ચે રસાકસી જામશે. 


Google NewsGoogle News