પલટી ખાઇ ગયેલી કારમાંથી 11.03 લાખનો અફીણનો જથ્થો ઝડપાયો
- વટેડા ગામ પાસે રેલિંગ સાથે અથડાઇને
- અકસ્માત બાદ અજાણ્યો શખ્સ કાર મૂકી ફરાર થતાં ગુનો દાખલ
વટેડા ગામ પાસે દાહોદ-ગોધરા હાઇવે પર ગઈકાલે સાંજે એક કાર રસ્તાની બાજુમાં રેલીંગ સાથે અથડાઈને રસ્તાથી દસેક ફૂટ દૂર ઝાડી ઝાખરામાં પલટી ખાઈ ગઈ હતી.પોલીસે સ્થળ પર જઈ ગાડીની તલાસી લેતા ગાડીમાં અફીણના જીંડવા (પોષડોડા) ભરેલા ૨૦ જેટલા પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા હતા . તેનું વજન ૩૬૭.૮૬૦ કીલો થયું હતું.જેની એક કિલોની રૂ. ૩૦૦૦ લેખે કુલ ૩૬૭.૮૬૦ કિલો અફીણની રૂ. ૧૧,૦૩,૫૮૦ ની કિંમત આંકવામાં આવી હતી.
લીમખેડા નજીક અજાણી વ્યક્તિ નંબર વિનાની કારમાં અફીણના જીંડવા (પોષડોડા)નો જથ્થો ભરીને વટેડા ગામ પાસે પસાર થઇ રહ્યો હતો.તે સમયે કાર પૂરઝડપે હંકારી લાવી ચાલકે માર્ગની સાઇડમાં આવેલી લોખંડની રેલિંગ સાથે અથડાઇ જતાં કાર પલટી ખાઇ ગઇ જતાં સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો.
પોલીસે રૂ.૧૧,૦૩,૫૮૦નો અફિણ જીંડવાનો જથ્થો ,રૂ ૫ લાખની કાર મળી કુલ રૂ.૧૬,૦૩,૫૮૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.