ભાવનગર-સુરત વચ્ચે માત્ર 9 સીટર પ્લેનની ફ્લાઈટ
- સમખાવા માટે એક કનેક્ટીવી, સુવિધા વધારવામાં રસ નહીં
- ૨૦ મિનિટમાં સુરતથી ભાવનગર, ભાવનગરથી સુરત પહોંચાડતી ફ્લેટમાં લગેજ લઈ જવાની પણ છૂટ નથી!
ભાવનગરથી મુંબઈની ફ્લાઈટ ડચકા ખાતી ચાલી રહી છે. તો બીજી તરફ ડાયમંડ સિટી સુરત વચ્ચે એર કનેક્ટની ડેઈલી ફ્લાઈટનું સંચાલન થાય છે, પરંતુ માત્ર નવ સીટર હોવાથી ભાવનગરની જનતા, ઉદ્યોગપતિ, વ્યવસાયકારો ફ્લાઈટનો પૂરતો લાભ લઈ શકતા નથી. આ ફ્લાઈટ સુરતથી ભાવનગર અને ભાવનગરથી સુરત વચ્ચેનું અંતર માત્ર ૨૦ મિનિટમાં કાપે છે. તેમજ ૨૦ મિનિટમાં સુરતથી ભાવનગર, ભાવનગરથી સુરત પહોંચાડતી ફ્લેટમાં લગેજ લઈ જવાની પણ છૂટ ન હોવાથી લોકોને બન્ને શહેરમાં આવન-જાવન માટે સમયની બચત તો થાય છે. પરંતુ પૂરતી સુવિધા મળી શકતી નથી. વળી, ઉદ્યોગની દ્રષ્ટીએ સુરત સાથે ભાવનગરનું સીધું જોડાણ છે. ત્યારે ભાવનગર-સુરત વચ્ચે વધુ સીટરવાળા પ્લેનની સુવિધા વધારવામાં આવે તેવી ભાવનગરની જનતાની માંગણી ઉઠી છે.