ભાવનગર ડિવિઝનની એક ટ્રેન સંપૂર્ણ રદ્દ, 5 ટ્રેન આંશિક રદ્દ
- વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદથી બાજવા સ્ટેશન પર પાણી ભરાતા
- મંગળવારની ભાવનગર-બાંદ્રા ટ્રેનનું ભાવનગરને બદલે અમદાવાદ સ્ટેશનથી પ્રસ્થાન અને બાન્દ્રા-ભાવનગર સંપૂર્ણ રદ્દ
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આજની બાંદ્રા ટમનસથી ચાલતી ટ્રેન નંબર ૧૨૯૭૧ બાંદ્રા-ભાવનગર દૈનિક સુપરફાસ્ટ સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી. તો આજે બાંદ્રાથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર ૧૯૨૧૭ બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસ વલસાડ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ કરાઈ હતી. એટલે કે આ ટ્રેન બાંદ્રાને બદલે વલસાડ સ્ટેશનથી દોડાવાઈ હતી અને આ ટ્રેન બાંદ્રા-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ હતી. એ જ રીતે આજે વેરાવળથી જનારી ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ કરાતા આ ટ્રેન વેરાવળને બદલે રાજકોટ સ્ટેશનથી ઉપડી હતી અને આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહી હતી.
આ ઉપરાંત, આજે ભાવનગર ટમનસથી ઉપડનાર ટ્રેન નંબર ૧૨૯૭૨ ભાવનગર-બાંદ્રા ડેઇલી સુપરફાસ્ટને પણ અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ કરાઈ હતી. જેના પરિણામે આ ટ્રેન ભાવનગર ટમનસને બદલે અમદાવાદ સ્ટેશનથી ઉપડી હતી અને તેથી ભાવનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલ તા. ૨૬ના રોજ ભાવનગર ટમનસથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૯૭૨ ભાવનગર-બાંદ્રા દૈનિક સુપરફાસ્ટને વલસાડ સ્ટેશન પર શોર્ટ ટમનેટ કરાઈ હતી અને આ ટ્રેન વલસાડ-બાંદ્રા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી તો ગઈ કાલ તા. ૨૬ની બાંદ્રા ટમનસથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર ૧૯૨૧૭ બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટમનેટ કરવામાં આવી હતી અને આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહી હતી.