ભુણાવા નજીક ચાર વાહન વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, એકને ઈજા

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
ભુણાવા નજીક ચાર વાહન વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, એકને ઈજા 1 - image


રાજકોટથી ગોંડલ આવતી બસ ડીવાઈડર પાસે વળાંક લેવા ઉભી હતી એ જ સમયે

ખાનગી બસઇકો કારટ્રક અને પેસેન્જર રિક્ષા આપસ આપસમાં ધડાધડ અથડાતાં રિક્ષામાં સવાર મુસાફરનું મોત નીપજ્યું

ગોંડલ :  રાજકોટ ગોંડલ વચ્ચે બની રહેલા સિકસલેન માર્ગમાં ભુણાવા પાસે વળાંક લેવા  ડિવાઈડર પાસે રાહ જોઈ રહેલી બસની સાથે ટ્રક અથડાયા બાદ સિરિયલ અકસ્માતની હારમાળા સર્જાતા એકી સાથે ચાર વાહનો આપસઆપસમાં ધડાધડ અથડાયા હતા. જેમાં રિક્ષામાં બેઠેલા એક મુસાફરનું મોત નીપજ્યું હતુ .આજ રિક્ષામાં મુસાફરી કરતા એક મુસાફરને ગંભીર ઈજા થવાનો બનાવ બન્યો છે.

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે ત્યારે રોજિંદા અનેક નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે .આજે ફરી એક અકસ્માત સામે આવ્યો છે જેમાં   ભુણાવા નજીક ખાનગી કંપનીની બસ રાજકોટ થી ગોંડલ તરફ આવતી હતી ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા તોડેલા ડિવાઈડર નજીકથી વળાંક લેવા માટે ઉભી હતી તે સમયે રાજકોટથી ગોંડલ તરફ જતો ટ્રક ચાલકે બસને પાછળથી ઠોકર મારતા આ બસ ગોંડલથી રાજકોટ જતી આગળની ઇક્કો કાર સાથે અથડાઈ હતી .ત્યાર બાદ ટ્રક ચાલકે ડાબી સાઈડ ટ્રક ને લેતા પેસેન્જર રીક્ષા ને હડફેટે લીધી હતી .આ રીતે ૪ વાહનોનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ની ઘટનાને લઈને થોડી વાર તો ટ્રાફિક જામ સર્જાયો હતો.

ભુણાવા પાસે થયેલ ૪ વાહનોના થયેલ અકસ્માતમાં રીક્ષા ચાલક રવિ રાઠોડ (ઉ.વ. ૨૭)ને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા ેહતો.અને રીક્ષામાં સવાર વિનોદ કુમાર નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું .સમગ્ર ઘટના ને લઈને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને અકસ્માત સ્થળે થી પી.એમ અર્થે  સિવિલ  હોસ્પિટલ ખસેડાયો હતો.  મૃતક વિનોદ ઓરસોન નામની કંપનીમાં કામ કરતો હતો અને ભરૃડી ગામમાં રહેતો હતો.

rajkotdied

Google NewsGoogle News