નવો મોબાઇલ લીધાની ખુશીમાં નાસ્તો કરવા નીકળેલા મિત્રોને અકસ્માત, એકનું મોત

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
નવો મોબાઇલ લીધાની ખુશીમાં નાસ્તો કરવા નીકળેલા મિત્રોને અકસ્માત, એકનું મોત 1 - image


વાંકાનેર તાલુકાના કેરાળા ગામે પાસે અકસ્માત

કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં અન્ય ત્રણ મિત્રોને ઇજા

વાંકાનેર : વાંકાનેર અને ટંકારામાં રહેતા મિત્રો નવા મોબાઈલ લીધાની ખુશીમાં નાસતો કરવા માટે નીકળ્યા હતા. ત્યારે કારણે  કેરાળા ગામ પાસે અકસ્માત નડયો હતો. કાર ટ્રક પાછળ ઘુસી જતા કારમાં સવાર ચારેય યુવાનને ઈજા પહોંચી હતી. જેમાં એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. 

વાંકાનેરના લાલપર ગામે રહેતા શાહરૂખ ઈસ્માઈલ બ્લોચ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, રાત્રીના સુમારે શાહરૂખ તેમજ અમીન અલીભાઈ ભાણું, અહેમદ અનવર ભાણું (રહે. બંને વાંકાનેર ભાટિયા સોસાયટી) અને સમીર અનવર સરવદી (ઉ.વ. ૨૪, રહે. ટંકારા) એમ ચારેય મિત્રો અમીને નવો મોબાઈલ લીધો હોય. જેથી નાસ્તો કરવા ભેગા થયા હતા. કાર લઈને નીકળ્યા હતા. કાર સમીર ચલાવતો હતો. અને કેરાળા ગામના બોર્ડ સામે આગળ જતી ટ્રક પાછળ કાર ભટકાડી દીધી હતી. 

ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માતમાં કારમાં સવાર ચારેયને ઈજા પહોંચી હતી. જેમાં સમીર અનવર સરવદી (રહે. ટંકારા)ને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જ્યારે અહેમદ અને અમીનને ઈજા થતા રાજકોટ સારવાર માટે લઇ ગયા હતા. જયારે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.


Google NewsGoogle News