ઘોઘામાં દોઢ, તળાજા-મહુવામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો
- ઓરેન્જ એલર્ટ વચ્ચે રાતભર છવાયેલો રહ્યો વરસાદી માહોલ
- સિહોર-ગારિયાધાર-પાલિતાણામાં પોણો ઈંચ પાણી પડયું, વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર અને જેસરમાં ઝાપટાં પડયા
ગઈ કાલ તા. ૨૬ના રોજ રાત્રીના ૮થી સવારના ૬ કલાક દરમિયાન વલ્લભીપુરમાં ૬ મિ.મી., ઉમરાળા અને ભાવનગરમાં ૯-૯ મિ.મી., ઘોઘામાં ૩૬ મિ.મી., સિહોરમાં ૧૪ મિ.મી., ગારિયાધારમાં ૧૨ મિ.મી., પાલિતાણામાં ૧૮ મિ.મી., તળાજામાં ૧૯ મિ.મી., મહુવામાં ૯ મિ.મી., જેસરમાં ૫ મિ.મી. વરસાદ પડયો હતો. જ્યારે આજે સવારે ૬થી રાત્રીના ૮ વાગ્યા સુધીમાં સિહોરમાં ૨ મિ.મી., ગારિયાધારમાં ૪ મિ.મી., તળાજામાં ૩ મિ.મી. અને મહુવામાં ૧૭ મિ.મી. પાણી પડયું હતું. જ્યારે વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, પાલિતાણા અને જેસરમાં મેઘવિરામ રહ્યો હતો.
આ સાથે સિઝનનો અત્યાર સુધીનો વલ્લભીપુરમાં ૭૨૬ મિ.મી., ઉમરાળામાં ૫૯૪ મિ.મી., ભાવનગરમાં ૬૯૧ મિ.મી., ઘોઘામાં ૭૧૦ મિ.મી., સિહોરમાં ૮૬૫ મિ.મી., ગારિયાધારમાં ૭૦૭ મિ.મી., પાલિતાણામાં ૬૩૬ મિ.મી., તળાજામાં ૬૫૩ મિ.મી., મહુવામાં ૧૦૨૮ મિ.મી. અને જેસરમાં ૪૬૫ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે.