ધોરાજીમાં મુસાફરો ભરવા બાબતે ટ્રાવેલ્સ સંચાલક સહિત ત્રણ પર હુમલો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ધોરાજીમાં મુસાફરો ભરવા બાબતે ટ્રાવેલ્સ સંચાલક સહિત ત્રણ પર હુમલો 1 - image


મધ્યપ્રદેશના મુસાફરોના બૂકિંગ બાબતે કંડોરણા ચોકડીએ બનાવ

જેતપુરના ટ્રાવેલ્સ સંચાલકે જીપમાં ધસી આવી તેના ત્રમ સાગરિતો સહિત ચારેયે છરીથી હુમલો કરતા ત્રણ ઘાયલ

હુમલાખોર પૈકી એકે શક્તિ પ્રદર્શન માટે રિવોલ્વર દેખાડી

ધોરાજી: ધોરાજી પંથકમાં રહેતા મધ્યપ્રદેશ અને ગોધરા પંથકના મજુરો માટે ચલાવાતી ટ્રાવેલ્સમાં બૂકિંગ કરવાના મામલે ધંધાર્થીઓ વચ્ચે ઝગડો થતાં ટ્રાવેલ્સના ત્રણ સહકર્મીઓ પર છરીથી હુમલો કરવાની ઘટના બવા ઉપરાંત હુમલાખોર પૈકીના એકે રિવોલ્વર દેખાડી ડરાવવાનો પ્રયાસ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ધોરાજીમાં જેતપુરના ટ્રાવેલ્સ ંસચાલક વનરાજભાઈ ાકઠી અને વલકુભાઈ કાઢી તથા અન્ય બે સાગરિતો જામકંડોરણા ચોકડીએ જઈ ટ્રાવેલ્સ સંચાલક નીલેશ સોમા મકવાણા અને રવિ દિનેશ સોલંક, પંકજ સુરેશ ચૌધરી પાસે ધસી જઈ મધ્યપ્રદેશના મુસાફરો ભરતા હોવા અંગ ેતેમજ સુપેડીથી વીરપુર સુધીના કોઈ પેસેન્જરોનું અમારા સિવાય બૂકિંગ ન કરવા કરડાકીથી કહેતા બન્ને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન જેતપુરના ટ્રાવેલ્સ સંચાલકો અને તેના સાગરિતોએ છરીથી હુમલો કરતા રવિ સોલંકી, નીલેશ મકવાણા, પંકજ ચૌધરીને ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. ઝઘડા દરમિયાન એક આરોપીએ રિવોલ્વર કાઢી શક્તિ પ્રદર્શન પણ કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News