ગુજરાત કોમન એડમીશન સર્વિસ પોર્ટલ પર તા. 28 મે સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે
- યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કુલ 3 રાઉન્ડ યોજાશે
- પ્રથમ રાઉન્ડમાં તા.13 થી 21 જુન સુધીમાં પ્રવેશ કન્ફોર્મ થશે અને વંચિત રહેલ વિદ્યાર્થી માટે પછીથી બે રાઉન્ડ યોજાશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના એકેડેમીક વિભાગ દ્વારા ગુજરાત કોમન એડમીશન સર્વિસના કાર્યક્રમ પરથી પોતાનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધો.૧૨નું પરિણામ આવ્યા બાદ યુનિવર્સિટી સંચાલિત, સંલગ્ન વિનીયન, વાણીજ્ય, વિજ્ઞાાન, મેનેજમેન્ટ અને ગ્રામ્ય વિદ્યાશાખા અંતર્ગત આવેલ સ્નાતક અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવતી કોલેજોમાં પ્રવેશ માટે આગામી તા.૨૮-૫ સુધી એટલે કે ૧૪ દિવસ જીસીએએલ પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં રજીસ્ટ્રેશન, શૈક્ષણિક માહિતી ભરવાની, કોલેજ પસંદગી, રજી. ફી ભરવી અને સબમીટ કરી શકાશે. જો વિદ્યાર્થી સ્નાતક અને ડિપ્લોમામાં પણ ફોર્મ ભરવા ઇચ્છે તો તમામ પ્રક્રિયા અલગ કરવાની રહેશે. જ્યારે તા.૨૯/૩૦ના રોજ આવેલ અરજીઓનું બાયફરગેશન કરી યુનિવર્સિટીને સોંપાશે. જ્યારે તા.૩૧થી સાત દિવસમાં યુનિવર્સિટી પ્રોવિઝનલ એડમીશન ઓફટ લીસ્ટ તૈયાર કરી સાઇટ પર પ્રસિદ્ધ કરશે જેમાં ગ્રીવન્સ હોય તો યુનિ.-કોલેજ પર નોંધાવી શકાશે. જ્યારે તા.૧૩-૬ થી ૨૧-૬ દરમિયાન ફાઇનલ પ્રવેશ યાદી ચકાસી વિદ્યાર્થી જે-તે કોલેજ પર ફી ભરી પ્રવેશ કન્ફોર્મ કરશે. આમ પ્રથમ રાઉન્ડ બાદ કન્ફોર્મ ન થયેલ વિદ્યાર્થી માટે તા.૨૨-૬થી બે દિવસ બીજો રાઉન્ડ શરૂ થશે જેમાં મેરીટ યાદી પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓની અરજી કોલેજોને અપાશે જેના પરથી ખાલી રહેલી બેઠકો માટે કોલેજો દ્વારા નવુ એડમીશન ઓફટ લીસ્ટ જાહેર થશે જેની ચકાસણી કરી તા.૨૭-૬ થી ૨૯-૬ ત્રણ દિવસ દરમિયાન ફોર્મ ભરી પ્રવેશ કન્ફોર્મ કરી શકાશે. આ ઉપરાંત બંને રાઉન્ડમાં પ્રવેશ કન્ફોર્મ ન થયેલ વિદ્યાર્થી માટે તા.૧-૭ થી ત્રીજો રાઉન્ડ ખોલવામાં આવશે. જેમાં તા.૫ અને ૭ જુલાઇમાં પ્રવેશ કન્ફોર્મ કરાવેલ નથી તેની માટે કોલેજ-યુનિ. પસંદગી અપડેટ થઇ શકશે, માહિતીનું ઇન્ટીગ્રેશન કરાશે અને તા.૧૦-૭ થી ૧૫-૭માં નવું એડમીશન ઓફટ લીસ્ટ બનાવી પ્રસિદ્ધ થશે. જ્યારે ૧૬-૭ થી ૧૯-૭માં જે-તે કોલેજ ખાતે ફી ભરી એડમીશન કન્ફોર્મ કરાવી શકાશે. આમ પ્રવેશ માટે કુલ ત્રણ રાઉન્ડ યોજાશે.