બેસતા વર્ષના દિવસે ડાકોર મંદિરમાં અન્નકૂટ ધરાવી લૂંટાવાયો
- સવાસો મણ પ્રસાદ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો
- અન્નકૂટમાં છપ્પનભોગની સામગ્રી ફળ-ફ્ટ ધરાવવામાં આવી
ડાકોર : ડાકોર ના મેનેજર ના જણાવ્યા પ્રમાણે આગલે દિવસે સૂર્ય ગ્રહણ ને કારણે મંગળા આરતી મોડી સવારે સાત વાગે કરવામાં આવી હતી
ત્રણભોગ ભેગા ઘરવવામાં આવ્યા હતા પછી ૧૧ વાગ્યા ના અરસા મા ગોવર્ધન પૂજા કરી મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું અને જે અન્નકૂટ પ્રસાદી બનાવવામાં આવી હતી તેને બ્રાહ્મણો ને ઠંડા પાણી થી સ્નાન કરાવી ભીના કપડે અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો જે અન્નકૂટ ૪ વાગ્યા ના અરસામાં ઉસ્થાપન આરતી બાદ આસપાસ ના ગામડાઓના ક્ષત્રિયો દ્વારા લૂંટાવવામાં આવ્યો હતો અને પછી મંદિર ધોઈને રાબેતા મુજબ સાયનભોગ અને સખડીભોગ ના દર્શન આપી ઠાકોરજી ને પોઢાડી દેવામાં આવ્યા હતા હજારો ભક્તો એ બેસતા વર્ષ અને અન્નકૂટ દર્શન નો લાભ લીધો હતો