Get The App

ખંભાળિયામાં મજલિસના કાર્યક્રમ નજીક ગરબા વગાડતા કારચાલક પર હુમલો

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ખંભાળિયામાં મજલિસના કાર્યક્રમ નજીક ગરબા વગાડતા કારચાલક પર હુમલો 1 - image


મદીના મસ્જિદ પાસે 30 લોકોનાં ટોળાંએ અટકાવીને ધમકી આપી

મધરાત્રે એકાદ વાગ્યે મિત્રને ઘરે ઉતારીને કારમાં આવતા યુવાન સાથે ટોળાંએ માથાકૂટ કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવીને તપાસનો ધમધમાટ

જામખંભાળિયા: ખંભાળિયામાં રહેતો એક યુવાન ગત રાત્રિના સમયે તેની મોટરકારમાં જઈ રહ્યો હતો ત્યારે એક મસ્જિદ પાસેથી નીકળતી વખતે કારમાં ગરબા વાગતો હોવાથી અહીં રહેલા ૩૦ જેટલા લોકોએ અટકાવીને બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિગત મુજબ ખંભાળિયાના વાણીયાવાડી વિસ્તારમાં રેહતો ખુશાલ વિજયભાઈ ગોકાણી નામનો ૩૪ વર્ષનો યુવાન ગત રાત્રનાઆશરે એકાદ વાગ્યાા સમયે મિત્રની મોટરકાર લઈ દ્વારકા ગેઈટ તરફથી અન્ય મિત્ર કરણભાઈ જોશીને ઘરે ઉતારીને પોતાના ઘરે જવા માટે નીકળ્યો હતો જે કારમાં ગરબાના ગીતો વગાડી રહ્યો હતો, તે દરમિયાન અહીની મદીના મસ્જિદ પાસે પહોંચતા આ સ્થળે મજલીસ ચાલી રહી હતી. ત્યાં કેટલાક લોકો એકત્ર થઈ ગયા હતાં અને તેની કારને અટકાવીને કહેલ કે અમારા સમાજનો મજલીસનો પ્રોગ્રામ ચાલુ હોય તેમ જાણતા હોવા છતાં અહીં કારમાં ગરબા વગાડતા કેમ નીકળો છો? તેમ કહીને બિભત્સ ગાળો કાઢી, હતી અહીં રહેલા આરોપી લાખો શેખ અને રૂસ્તમ તેમજ તેની સાથે અજાણ્યા આશરે ૨૫ થી ૩૦ જેટલા શખ્સોએ ઉશ્કેરાઈને તેમનો કોલર પકડી ફરી પાછો આ બાજુથી નીકળશે તોજાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. 

ખંભાળિયા પોલીસે ખુશાલ ગોકાણીની ફરિયાદ પરથી આરોપી લાલો શેખ, રૂસ્તમ તેમજ અજાણ્યા ૨૫થી ૩૦ જેટલા શખસોસામે ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતાં. આ બનાવના અનુસંધાને ખંભાળિયા પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અને જરૂરી બંદોબસ્ત તેમજ વ્યવસ્થા ગોઠવી દીધો હતો.


Google NewsGoogle News