mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઓખા-પૂરી-ઓખા સાપ્તાહિક ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૃટ પર દોડશે

Updated: Apr 21st, 2024


ઓખા-પૂરી-ઓખા સાપ્તાહિક ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૃટ પર દોડશે 1 - image

સિકંદરાબાદ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામને લીધે

ટ્રેન વિજયવાડાવિશાખાપટનમ સહિતના સ્ટેશનોને બદલે વાયા નાગપુરરાયપુરવિજયનગરમના માર્ગે દોડશે

રાજકોટ :  દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝન પર કાઝીપેટ-વિજયવાડા સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે ઓખા-પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રુટ પર દોડશે.

તા.૧, ૮  અને ૧૫ મે ના રોજ ઓખા થી ચાલતી ટ્રેન નં ૨૦૮૨૦ ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા - બલ્હારશાહ - વિજયવાડા - વિશાખાપટ્ટનમ - ખુર્દા રોડ ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા વર્ધા - નાગપુર - રાયપુર - ટિટિલાગઢ - રાયગઢ - વિજયનગરમ - ખુર્દા રોડ ના માર્ગ પર દોડશે.  આ ટ્રેન ચંદ્રપુર -બલ્હારશાહ - સિરપુર કાગઝનગર - મંચિર્યાલ - રામગુંડમ - વારંગલ - વિજયવાડા - એલુરુ - રાજામુડ્રી - સામલકોટ - અનકાપલ્લી -વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર જશે નહીં.

તા.૨૮ એપ્રીલ , ૫  અને ૧૯ મે ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નં ૨૦૮૧૯ પુરી - ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ - વિશાખાપટ્ટનમ - વિજયવાડા - બલ્હારશાહ - વર્ધા ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા ખુર્દા રોડ - વિજયનગરમ - રાયગઢ - ટિટિલાગઢ - રાયપુર - નાગપુર - વર્ધા ના માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ - અનકાપલ્લી - સામલકોટ - રાજમંડ્રી - એલુરુ - વિજયવાડા - વારંગલ - રામગુંડમ - મંચિર્યાલ - સિરપુરકાગઝનગર - બલ્હારશાહ - ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

Gujarat