Get The App

મૃત યુવાનની પત્ની દર્શાવી જમીનમાં કબ્જો કરનાર મહિલા સહિત ત્રણ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
મૃત યુવાનની પત્ની દર્શાવી જમીનમાં કબ્જો કરનાર મહિલા સહિત ત્રણ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો 1 - image


વિસાવદર તાલુકાના સરસઇ ગામની સીમમાં

યુવાને લગ્ન કર્યા ન હતા છતાં મહારાષ્ટ્રની મહિલાને તેની પત્ની દર્શાવી જમીનમાં વાવેતર કરી ઉપજ લીધીકહેવા જાય તો ધમકી આપતા હતા

જૂનાગઢ :  વિસાવદર તાલુકાના સરસઈમાં રહેતા એક યુવાનનું અવસાન થયા બાદ તેને લગ્ન કર્યા ન હોવા છતાં મહારાષ્ટ્રની એક મહિલાને ગામના બે શખ્સોએ તેની પત્ની દર્શાવી સંયુક્ત જમીન પર કબ્જો કરી ઉપજ મેળવી લીધી હતી. મૃતક યુવાનના ભાઈ તથા અન્ય સભ્ય કંઈ કહેવા જતા તો તેને ધમકી આપતા હતા. આ અંગે કલેકટરને લેન્ડગ્રેબીંગ મુજબ પગલા લેવા ફરિયાદ કરતા કલેકટરે લેન્ડગ્રેબીંગ મુજબ ફરિયાદ કરવા હુકમ કર્યો હતો. જેના આધારે મહારાષ્ટ્રની મહિલા તથા સરસઈના બે શખ્સ સામે વિસાવદર પોલીસે લેન્ડગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવદર તાલુકાના સરસઈમાં રહેતા સુરેશભાઈ રાણાભાઈ લાખાણીના માતા તથા પાંચ ભાઈ-બહેનોના નામે સરસઈ ગામના સર્વે નંબરમાં ર.પ૦ હેક્ટર સંયુક્ત જમીન આવેલી છે. સુરેશભાઈના ભાઈ રમેશભાઈનું ગત તા.૧૭-૪-ર૦ર૩ના અવસાન થયું હતું. રમેશભાઈએ લગ્ન કર્યા ન હતા છતાં તા.ર૮-૧૧-ર૦ર૩ના મહારાષ્ટ્રના નાગપુર જીલ્લાના ભંડારાની વિમલબેન સંજયભાઈ બોકડેએ 'રમેશભાઈની પત્ની છું' તેવું દર્શાવ્યું હતું અને સરસઈના વિનુ ગોવા કાછડીયા તથા રમેશ વિઠ્ઠલ રૈયાણીએ સુરેશભાઈની સંયુક્ત જમીન પર કબ્જો કરી લીધો હતો.

આ જમીન પર વાવેતર કરી શિયાળુ પાકની ઉપજ પણ લઈ લીધી હતી. સુરેશભાઈ તથા તેના પરિવારના સભ્યો આ લોકોને જમીન પરનો કબ્જો છોડી દેવા કહેવા જતા ત્યારે આ ત્રણેય ધમકી આપતા હતા. આથી સુરેશભાઈએ કલેકટરને લેન્ડગ્રેબીંગ અંગેની અરજી કરી હતી. કલેકટર તંત્રએ તપાસ બાદ સુરેશભાઈને ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો. જેના અનુસંધાને ગત રાત્રે સુરેશભાઈ રાણાભાઈ લાખાણીએ ભંડારાની વિમલબેન સંજયભાઈ બોકડે, સરસઈના વિનુ ગોવા કાછડીયા અને રમેશ વિઠ્ઠલ રૈયાણી સામે ફરિયાદ કરતા વિસાવદર પોલીસે લેન્ડગ્રેબીંગ એક્ટ તેમજ ધમકી આપવા અંગેનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાધલ્યાએ વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News