Get The App

પત્નીએ અન્ય સાથે લગ્ન કરી લેતા પરપ્રાંતિય યુવાનની આત્મહત્યા

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
પત્નીએ અન્ય સાથે લગ્ન કરી લેતા પરપ્રાંતિય યુવાનની આત્મહત્યા 1 - image


મોરબીમાં ગળાફાંસો ખાધો

બીમારીથી કંટાળી મોરબીના યુવાને, ડાંગરવાડા ગામે ૭૦ વર્ષના બુઝુર્ગે જીવન દોરી ટુંકાવી

મોરબી: મોરબીમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય યુવાનની પત્ની અન્ય સાથે જતી રહી અને લગ્ન કરી લેતા ૨૬ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મોરબીમાં બીમારીથી કંટાળી યુવાન ઝેરી દવા પી લેતા મોત થયું હતું.

મૂળ યુપીના વતની અને હાલ ત્રાજપર ખારી રામકુવા પાસે ભાડે રહીને મજુરી કરતા ગોલુ જંગલી ગુપ્તા (ઉ.વ.૨૬) નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ગોલુ જંગલી ગુપ્તાની પત્ની અન્ય કોઈ વ્યક્તિ સાથે જતી રહી હતી. અને તેની સાથે લગ્ન કરી લેતા યુવાનને મનોમન લાગી આવતા યુવાને આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા મેહુલ ભીખાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૨ ના રોજ પોતાના ઘરે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું બનાવ મામલે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે.



Google NewsGoogle News