આર્થિક નબળી સ્થિતિને લીધે ફીના પૈસા ન હોવાથી નર્સિંગના વિદ્યાર્થીનો આપઘાત
વડિયા તાલુકાના અમરાપુર ગામે
બાબરા તાલુકાના કલોરાણા ગામે દરજી કામનો ધંધો બરાબર ન ચાલતાં આર્થિક સંકડામણના કારણે યુવાનનો ગળાફાંસો
અમરેલી : અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અમરાપુર ગામના એક નર્સિંગના
વિદ્યાર્થીએ તેમજ જસદણના ગોખલાણા ગામના એક દરજીકામ કરતા યુવાને આથક મુશ્કેલીમાં
આપઘાત કરી લીધેલ હોવાનું પોલીસમાં જાહેર થયેલ હતું.
વડિયા તાલુકાના અમરાપુર ગામે રહેતો રવી ગોબરભાઈ ચૌહાણ
(ઉ.વ.૧૯) નામનો યુવાન નર્સિંગના બીજા
વર્ષમાં અભ્યાસ કરતો હતો.પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે કોલેજની
ફી ભરવાના પૈસાની તંગી ના કારણે ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું ગોબરભાઈ મંગાભાઈ
ચૌહાણે વડીયા પોલીસમાં જાહેર કરેલ હતું.
બીજી ઘટનામા જસદણ તાલુકાના ગોખલાણા ગામના રહીશ અને બાબરાના કલોરાણા ગામે દરજીકામ કરતા હિંમત ભીખાભાઈ બેરાણી (ઉ.વ.૨૨) નામના યુવાનને છેલ્લા બે વર્ષથી દરજી કામનો ધંધો ચાલતો ન હોવાના કારણે મુંજાઇ જઈ દુકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાં દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું મુકેશ ભીખાભાઈ બેરાણીએ બાબરા પોલીસમાં જાહેર કરેલ હતું.