કારખાનામાં જુગાર રમતા નવ શખ્સો ઝપટે ચડયા

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
કારખાનામાં જુગાર રમતા નવ શખ્સો ઝપટે ચડયા 1 - image


કોઠારીયાના શિવ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા

રૃા. રપ હજારની રોકડ રકમ કબજેએકેય આરોપી પાસેથી પોલીસને મોબાઈલ ન મળ્યા!

રાજકોટ :  કોઠારીયામાં શિવ ઈન્ડસ્ટ્રીઝ એરીયા-રમાં આવેલા રામકૃષ્ણ એન્ટરપ્રાઈઝ નામના ભાવીન મગનભાઈ ગોળ (રહે. રંગોલી બંગલોઝ, રામધણ પાછળ, આશ્રય પેલેસ, મવડી)ના કારખાનામાં ગઈકાલે આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતાં કુલ ૯ શખ્સોને ઝડપી લીધા હતા.

ચોકકસ બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતાં કારખાનાના માલીક ભાવીન ઉપરાંત નિશાંત મનોજ ઝાલાવડીયા (રહે. આશ્રય પેલેસ ફલેટ નં.ર૦૪, મવડી), રમેશ બાબુભાઈ ઈસોટીયા (રહે. મયુર પાર્ક શેરી નં.ર, સાંઈબાબા સર્કલ પાસે), સાગર જયંતીભાઈ સવાણી (રહે. માધવ ગેટ, શિવ કોમ્પલેક્ષ, ગોર્વધન ચોક), દિનેશ કાનજીભાઈ ગોધવાણી (રહે. પુનિતનગર, વૃંદાવન સીટી), વૈભવ રમેશભાઈ અકબરી (રહે. ઓમનગર, પ્રણામી પાર્ક શેરી નં.ર, મવડી), યોગેશ બાબુભાઈ ઈસડીયા (રહે. મયુર પાર્ક શેરી નં.ર, કોઠારીયા), મુકેશ સવજીભાઈ ઠુંમર (રહે. પુષ્ટિ હાઈટસ, કલ્પવનની બાજુમાં, ગોંડલ રોડ) અને શૈલેષ માવજીભાઈ કોટડીયા (રહે. રૃપ સોસાયટી શેરી નં.૧, ૮૦ ફૂટ રોડ)ને ઝડપી લીધા હતા.

પટ્ટમાંથી પોલીસે રૃા.રપપ૪૦ની રોકડ કબજે કરી હતી. એકેય આરોપી પાસેથી મોબાઈલ નહીં મળી આવ્યાનું પોલીસમાં જાહેર થયું છે. 


Google NewsGoogle News