ભાવનગર રેલવે મંડળમાં કાલથી ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ અમલમાં

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
ભાવનગર રેલવે મંડળમાં કાલથી ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ અમલમાં 1 - image


- ડિવિઝનની 7 ટ્રેનો તેમના નિર્ધારિત સમય પહેલા ઉપડશે

- 20 ટ્રેન નિર્ધારિત સમય કરતા વહેલી, 18 ટ્રેન મોડી પહોંચશે

ભાવનગર : ૧ ઓક્ટોબર, ૨૦૨૩થી પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન પર નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.

 આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી ૨૮ ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે યાત્રી ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. યાત્રિયોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચાવશે. ભાવનગર ડિવિઝનમાં ૨૦ ટ્રેનોનો સમય પ્રીપોન કરવામાં આવ્યો છે જેના કારણે ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં ૫ મિનિટથી ૧ કલાક ૧૦ મિનિટ વહેલા પહોંચશે. તેવી જ રીતે, ૧૮ ટ્રેનોના સમય પોસ્ટપોન કરવામાં આવ્યા છે જેના કારણે ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા ૫ મિનિટથી ૪૦ મિનિટ મોડી પહોંચશે.

 ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ડિવિઝનની ૭ ટ્રેનો તેમના પૂર્વ નિર્ધારિત સમય પહેલા દોડશે.  ટ્રેન નંબર ૫૯૨૦૪ ભાવનગર-બોટાદ ૧૫ મિનિટ વહેલા એટલે કે ૧૧.૦૦ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૫૯૨૩૪ ભાવનગર-સુરેન્દ્રનગર ૨૫ મિનિટ વહેલા એટલે કે ૧૩.૪૦ વાગ્યે ઉપડશે.

ટ્રેન નંબર ૫૯૨૭૨ ભાવનગર-સુરેન્દ્રનગર ૦૫ મિનિટ વહેલા એટલે કે ૦૮.૨૦ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૫૯૪૨૪ વેરાવળ-રાજકોટ ૨૦ મિનિટ વહેલા એટલે કે ૧૭.૦૦ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૨૦૮ સોમનાથ-પોરબંદર ૧૦ મિનિટ વહેલા એટલે કે ૨૧.૦૫ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૫૯૨૧૫ ભાણવડ-પોરબંદર ૨૦ મિનિટ વહેલા એટલે કે ૨૨.૩૫ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૦૯૫૭૪ બોટાદ-ગાંધીગ્રામ ૧૫ મિનિટ વહેલા એટલે કે ૦૫.૦૦ વાગ્યે ઉપડશે.

 આ ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરો તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોની સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. તેવો અનુરોધ રેલવે પ્રશાસને કર્યો છે. 


Google NewsGoogle News