Get The App

જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિ.માં નેશનલ સ્ટાર્ટઅપ-ડેની ઉજવણી કરાઇ

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિ.માં નેશનલ સ્ટાર્ટઅપ-ડેની ઉજવણી કરાઇ 1 - image


- રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને નવી ઉંચાઇ પર લઇ જવા

- ત્રિ-દિવસીય કાર્યક્રમમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ સમક્ષ સ્ટાર્ટઅપ આઇડીયા રજૂ કરાયા

ભાવનગર : ભાવનગરની જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટાર્ટઅપ-ડેની ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓનો સ્ટાર્ટઅપ ટુ સક્સેસ કેસ સ્ટડી પ્રતિયોગીતા ઉપરાંત વિવિધ આઇડીયાઝ રજૂ કરવામાં આવ્યા હતાં.

નોકરી શોધનારાઓને બદલે ભારતને રોજગાર સર્જકોના દેશમાં રૂપાંતરિત કરવા જ્ઞાાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પ્રાથમિક કારકિર્દીના વિકલ્પ તરીકે ઉદ્યોગસાહસિકતાને તેમજ સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્ય સાથે ૧૬ જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી અંતર્ગત દરેક વિભાગના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસિત કરવા તેમજ વિદ્યાર્થીઓમાં નવીનતા, સહયોગ અને નેટવકગ શીખવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલ જેમાં લગભગ ૧૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના નવીનતમ આઈડિયા રજુ કરેલ.

જેમાં મુખ્યત્વે ફાર્મસી, વિજ્ઞાાન શાખા અને  બાયો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા 'પ્રોડક્ટ ફોર્મેશન એન્ડ સેલિંગ' ઇવેન્ટ અંતર્ગત વિવિધ પ્રકારના પ્રોડક્ટ બનાવવામાં આવેલ તેમજ તેનું વેચાણ પણ કરવામાં આવેલ. કોમ્પ્યુટર, આઈટી અને  કોમ્પ્યુટર એપ્લીકેશન શાખાના વિદ્યાર્થીઓ દ્વારા ઇનાવેસ્ટ ક્વેસ્ટ ઇવેન્ટ અંતર્ગત પોતાના નવીનતમ આઈડિયાને પ્રોડક્ટ અથવા સવસ સેક્ટરમાં રૂપાંતર કરવા માટેના સ્ટાર્ટઅપના બીઝનેસ મોડેલ પીચ કરવામાં આવેલ. કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટઅપ ટુ સકસેસ કેસ સ્ટડી પ્રતિયોગીતા ઉપરાંત પોતાના નિયો સ્ટાર્ટઅપ જેવાકે ઇગ્નીયસ એડવર્ટાઇઝિંગ એજન્સી, માસ્ક મેમરીસ, ફ્રી એકવા વગેરે પ્રદશત કરવામાં આવેલ. આર્ટસ શાખાના વિદ્યાર્થીઓ દ્વારા ટેસ્ટી બાઈટસ તેમજ કલાકૃતિ બજાર સ્ટાર્ટઅપ અંતર્ગત ફૂડ સ્ટોલ અને હેન્ડી ક્રાફ્ટ વેચાણ કરવામાં આવેલ. ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ તેમજ સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા 'પ્રોડક્ટ ટુ પ્રોટોટાઈપ' ઇવેન્ટ અંતર્ગત વિવિધ સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે પ્રોટોટાઈપ બનાવવામાં આવેલ તેમજ સ્ટાર્ટઅપ પીચ કરવામાં આવેલ. દરેક ઇવેન્ટ ઓદ્યોગિક નિષ્ણાત અને તજજ્ઞા દ્વારા મૂલ્યાંકન કરાવવામાં આવેલ. અંતમાં એક ટોક શો રાખવામાં આવ્યો હતો.


Google NewsGoogle News