Get The App

નારી ગામ મહાપાલિકામાં ભળ્યુ પરંતુ કેટલીક સુવિધાઓથી વંચીત

Updated: Mar 12th, 2023


Google NewsGoogle News
નારી ગામ મહાપાલિકામાં ભળ્યુ પરંતુ કેટલીક સુવિધાઓથી વંચીત 1 - image


- નવા પબ્લીક હેલ્થ સેન્ટરમાં પુરતો સ્ટાફ પણ નથી 

- સ્ટાફ ના અભાવે પુરતી આરોગ્ય સુવિધા લોકોને મળતી નથી, કેટલાક રોડ ખખડધજ હાલતમાં, નિયમીત સફાઈ થતી નથી 

ભાવનગર : નારી ગામ ભાવનગર મહાપાલિકામાં ભળ્યુ પરંતુ હજુ કેટલીક સુવિધાઓથી વંચીત છે. નારી ગામમાં આરોગ્ય, રોડ, સફાઈ વગેરે સુવિધાના પ્રશ્ને ધાંધીયા જોવા મળી રહ્યા છે તેથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે. નારી ગામની સુવિધાના પ્રશ્ને યોગ્ય પગલા લેવા કોંગ્રેસના નગરસેવકે મહાપાલિકાના કમિશનરે પત્ર લખ્યો છે અને યોગ્ય પગલા લેવા માંગણી ઉઠાવી છે. 

ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નારી ગામનો સમાવેશ થયા બાદ આજદીન સુધી અમુક સુવિધાઓથી વંચિત રહેલ છે, જેમાં આરોગ્યને લગતી સુવિધાઓ માટે અગાઉ જે હેલ્પ સેન્ટર હતુ તેમા સંપૂર્ણ સેવા પુરી પાડવામાં આવતી હતી પરંતુ નવુ પબ્લીક હેલ્થ સેન્ટર બનાવવામાં આવેલ છે છતા તેમા પુરતો સ્ટાફ ના હોવાથી આસપાસના વિસ્તારનાં લોકોને આરોગ્યને લગતી પ્રાથમીક સુવિધાઓ મળી શકતી નથી. વહેલીતકે સંપૂર્ણ સ્ટાફ સાથે હેલ્થ સેન્ટર કાર્યરત થવુ જોઈએ તેમ ગામના લોકોની માંગ છે. નારી ગામમાં હજુ પણ અમુક સ્થળે રોડની વ્યવસ્થિત સુવિધા નથી. આ ઉપરાંત નારી ગામમાં અઠવાડીયે ફક્ત એકવાર જ સાફ સફાઈ કરવામાં આવે છે, ખરેખર નિયમીત સફાઈ કામગીરી થવી જોઈએ. 

વિશેષમાં આજે પણ અમુક પ્રાથમીક શાળાઓ જીલ્લા પંચાયત હસ્તક છે જે ખરેખર મહાનગરપાલિકાએ સંભાળી લેવી જોઈએ. જેથી બાળકોને પુરતી સુવિધા મળી શકે અને બાળકોને ભોજન માટે અક્ષયપાત્રનો લાભ મળી શકે તેમ ભાવનગર મહાપાલિકાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા તથા ચિત્રા-ફુલસર-નારી વોર્ડનાં કોર્પોરેટર કાંતિભાઈ ગોહીલએ મનપાના કમિશનરને તાજેતરમાં રજુઆત કરતા જણાવેલ છે. આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા માંગણી કરી છે. 


Google NewsGoogle News