ભાવનગરની 4 આઈ.ટી.આઈ.માં મોટર ડ્રાઈવિંગ ટ્રેડ છેલ્લા 3 વર્ષથી બંધ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
ભાવનગરની 4 આઈ.ટી.આઈ.માં મોટર ડ્રાઈવિંગ ટ્રેડ છેલ્લા 3 વર્ષથી બંધ 1 - image


- કોરોના કાળથી બંધ થયેલ ટ્રેડ શરૂ કરવામાં ઠાગાઠૈયા 

- સરકારી ફીએ ફોર વ્હીલ શિખવાનો ઘસારો સારો હોવા છતા તંત્ર દ્વારા મંજુરી આપવામાં રાહ જોવે છે

ભાવનગર : ભાવનગર જિલ્લાની ચાર આઈ.ટી.આઈ.માં ફોર વ્હિલ ડ્રાઈવીંગ નજીવા દરે શિખવાનો ટ્રેડ શરૂ તો કરાયો પરંતુ કોરોના કાળથી લઇ ત્રણ વર્ષથી આ ટ્રેડ કોઈને કોઈ કારણોસર શરૂ થી શક્યો નથી. જેથી ચારે આઈ.ટી.આઈ.ના થઈ અંદાજીત ૪૨૦૦ જેટલા ઉમેદવારને લોસ ગયો છે. જે કે ક્યાક મોટર ડ્રાઈવીંગ સ્કૂલના લાયસન્સનો તો ક્યાંક ડ્રાઈવરની અછતના મુદ્દા સામે આવી રહ્યા છે. જ્યારે વડી કચેરી ખાતેથી પણ નિયમોમાં બાંધછોડ કરી આ ટ્રેડ શરૂ કરવા માંગ કરી છે.

સામાન્ય રીતે ફોર વ્હેલીનો વ્યાપ વધ્યો છે. જેની સામે ફોર વ્હીલ વાહન ચલાવવા શિખનારાની સંખ્યા પણ સ્વાભાવિક વધવા પામી છે. જ્યારે ભાવનગર જિલ્લાની મહિલા આઈ.ટી.આઈ., મહુવા, તળાજા અને સિહોર આઈ.ટી.આઈ.માં ડ્રાઈવીંગ ટ્રેડ અગાઉ શરૂ કરવામાં આવ્યો હતો અને  જ્યા પ્રતિસાદ પણ મળ્યો હતો પરંતુ કોરોના રોગચાળાથી આ ચારે આઈ.ટી.આઈ.માં આ ડ્રાઈવીંગ ટ્રેડ બંધ કરાયો હતો. જો કે કોરોના મહામારી બાદ સ્થિતિ સામાન્ય થઈ હોવા છતા આજ દિવસ સુધી આ ટ્રેડ કોઈને કોઈ બહાના હેઠળ શરૂ થવા પામ્યો નથી. મળતી વિગતો મુજબ સામાન્ય રીતે એક માસમાં ૧પ-૧પ ની બે બેચ ચાલતી હતી. જેથી ૩૦ ઉમેદવાર ડ્રાઈવીંગ શીખી શકતા હતા. જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી આ ટ્રેડ બંધ રહેતા ચારે આઈ.ટી.આઈ.ના થઈ ૪૨૦૦ થી વધુ ઉમેદવારોને લોસ જવા પામ્યો છે. જો કે સંલગ્ન અધિકારીઓને પૃચ્છા કરતા ક્યાંક પરિવહન પોર્ટલ પર છ માસથી અંદર આવતા મોટર ડ્રાઈવીંગ સ્કુલનું લાયસન્સ નિકળી શક્યુ ન હોવાનું જણાયું છે. તો ક્યાંક ડ્રાઈવર ના અભાવે ટ્રેડ બંધ પડયો હોવાનું જણાયું છે. જો કે ડ્રાઈવર માટે જાહેરાતો આુપવા છતા કોઈ અરજી આવી ન હોવાનું પણ જણાય છે. જ્યારે વડી કચેરી દ્વારા નિયમોમાં બાંધછોડ કરાય તો પણ આ ભરતી સરળ બની શકે તેવી પણ એક ચર્ચા છે. અન્યથા આ માટે આઈ.ટી.આઈ.માં ડ્રાઇવીંગ શિખવાડવા વાહનો છે. પણ ઉપયોગ વગરનું બંધ પડયુ છે. ત્યારે વડી કચેરી દ્વારા યોગ્ય નિર્ણય લઇ સૌથી વધુ લોક ચાહના અને વધુ પ્રવેશ ધરાવતો ડ્રાઈવીંગ ટ્રેડ તાકીદે શરૂ કરાય તેવું અરજદારો ઇચ્છી રહ્યા છે. જેથી પ્રાઈવેટ ડ્રાઈવીંગ સ્કુલોને મોંઘીદાટ ફી ના બદલે સરકારી નોમીનલ ફીમાં ડ્રાઈવીંગ શીખી શકાય.


Google NewsGoogle News