ઘોઘા પંથકના ગામોમાં માવઠું, આજે ભાવનગરમાં હળવા વરસાદની આગાહી

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
ઘોઘા પંથકના ગામોમાં માવઠું, આજે ભાવનગરમાં હળવા વરસાદની આગાહી 1 - image


- ગુરૂવારે મોડી રાતે સારવદર, બાડી-પડવા ગામોમાં કમૌસમી વરસાદ પડયો

- ભાવનગરમાં મધ્યમ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, ત્રણ સિઝન ભેગી થતાં ઋતુગત બિમારીઓના કેસો વધ્યા

ભાવનગર : હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંતર્ગત ભાવનગરમાં આવતીકાલે ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવારે મોડી રાતે ઘોઘાના ગ્રામ્ય પંથકોમાં માવઠું પડયું હતું. ભાવનગરમાં હાલ ત્રણ સિઝન ભેગી થઈ જતાં ઋતુગત બિમારી અને વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.

ગુજરાતના જુદાં-જુદાં ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના અનુસંધાને આવતીકાલે શુક્રવારે ભાવનગરના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા હવામાન બુલેટિન પ્રમાણે ભાવનગર અને બોટાદના અમુક ભાગોમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગત ગુરૂવારે મોડી રાતના ૧૦થી ૧૧ વાગ્યાના સમયગાળા દરમિયાન ઘોઘા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી ઝાપટું પડયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘોઘા તાલુકાના સારવદર, બાડી-પડવા સહિતના ગામોમાં ગુરૂવારે રાતના વરસાદ પડયો હતો. તેજ પવન અને વિજળીના ચમકારા સાથે આ વિસ્તારમાં વરસાદ પડયો હતો. જ્યારે ભાવનગર શહેરમાં પણ મોડી રાત્રે વિજળીના ચમકારા થયા હતા પરંતુ વરસાદ પડયો નહોતો. કમૌસમી વરસાદે ખોડૂતોની ચિંતામાં વધારો કર્યો છે અને આ માવઠાના કારણે ખેડૂતોના પાકને નુંકસાની જવાની શક્યતા છે. બીજી તરફ હાલ ભાવનગરમાં વહેલી સવારે ઠંડી દિવસે ઉનાળા જેવી ગરમી અને હાલ કમૌસમી વરસાદ એમ એક સાથે ત્રણ ઋતું અનુભવાઈ રહી હોવાથી ઋતુગત બિમારી અને વાયરલ ઈન્ફેક્શન તથા શરદી, ઉધરસના કેસો વધ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગરના યાર્ડોમાં પોતાનો પાક લાવતા ખેડૂતોને સાથે તાડપત્રી લાવવવા ખેડૂતો તથા વેપારીઓને સુચના આપી દેવામાં આવી છે.


Google NewsGoogle News