હિરાના કારખાનેદાર સાથે રૂપિયા 54 લાખની છેતરપિંડી આચરનાર શખ્સ રિમાન્ડ પર
- ડાયમંડ વ્યવસાયીને કાકા હસ્તક ઓળખાણ થઈ હતી
- કટકે કટકે હીરાઓ મેળવી પૈસા નહીં ચૂકવી હીરાના વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના વિજયરાજનગર ખાતે રહેતા અને કુમુદવાડી માલધારી સોસાયટી ખાતે પ્રશાંત એક્સપોર્ટ નામનું ડાયમંડ મેન્યુફેક્ચરિંગનું કારખાનું ધરાવતા ભરતભાઈ તુલસીભાઈ પટેલએ બોર તળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે આશરે નવેક મહિના પહેલા કાકા પ્રવિણભાઇ છગનભાઇ ધામેલીયા બ્રોકરનું કામ કરતા હોય, તેમના હસ્તક ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ કાંતીલાલ ઉપાધ્યાય સાથે ઓળખાણ થયેલ હતી. જેઓ તૈયાર હીરા લઇ બીજાને વહેંચવાનું કામ ધંધો કરતા હતા. ભરતભાઈએ ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશને કટકે કટકે હીરા વહેંચેલ હતો જેના રૂપિયા સમય મર્યાદામાં ચુકવણી કરી દિધેલ હતી.દરમિયાનમાં અલગ અલગ ભાવના તૈયાર ૧૬૪.૨ કેરેટ હીરા જેની કુલ રૂ.૫૪,૨૮,૧૨૦ થાય છે. તે વેચાણ માટે ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશને આપેલ હતા. પેમેન્ટ આપવાની તારીખ આવતા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશએ અવાર-નવાર ફોન કરતા ખોટા વાયદા આપી દિવસો લંબાવતા હતા. ત્યારે જાણવા મળેલ કે, દિનશેભાઇ પ્રેમજીભાઇ ધામેલીયા પાસેથી પણ આ ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશએ હીરા લઇને રૂપિયા આપેલ નથી. તેઓને પણ રૂપિયા આપી દઇશ તેમ કરી ખોટા વાયદાઓ કરી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશએ વેચાણથી આપેલા કુ૧૬૪.૨ કેરેટ તૈયાર હીરા ઓળવી જઇ કુલ રૂ.૫૪,૨૮,૧૨૦ નહી આપી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી આ બનાવની સંદર્ભે બોરતળાવ પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ કાંતીલાલ ઉપાધ્યાયને ઝડપી લઈ વઘુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી બુધવાર ૪ કલાક સુધીના રિમાન્ડ મેળવ્યા છે.