ચેક રિટર્ન કેસમાં શખ્સને 6 મહિનાની સજા, દોઢ ગણું વળતર ચુકવવા હુકમ

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
ચેક રિટર્ન કેસમાં શખ્સને 6 મહિનાની સજા, દોઢ ગણું વળતર ચુકવવા હુકમ 1 - image


- લોખંડના માલની રકમ પેટે 70 લાખથી વધુના ચેક આપ્યા હતા

- લોખંડનો સ્ક્રેપ, માલ ખરીદી કરી દાહોદ બેંકનો ચેક આપ્યો હતો

ભાવનગર : લોખંડના ભંગારની ખરીદીની રકમ પેટે આપેલા ૭૦ લાખથી વધુના ચેક રિટર્ન કેસમાં ભાવનગર કોર્ટે શખ્સને છ મહિનાની સજા અને દોઢ ગણું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

કલોલ સ્ટીલ એન્ડ એલોય પ્રા.લી. ના ઓર્થોરાઈઝન પર્સન સતપાલ વિલાયતીરામ સિંઘલ પાસેથી મેસર્સ સાંઈબાબા એગ્રીકોના માલીક ધ્વારકાપ્રસાદ રામમુરત દુબેએ લોખંડનો સ્ક્રેપ માલ ખરીદ કરી લઈ ગયેલ. જે માલની રકમ પેટે કુલ રૂા.૭૦,૧૧,૮૮૬ રકમના એકસીસ બેંક દાહોદ શાખાના ચેકો લખી આપી તે ચેક ફરિયાદીએ તેમના ખાતમા જમા કરાવતા સદર ચેકો આરોપીના ખાતામા પુરતુ ભંડોળ ન હોવાના કારણે સદર ચેકો પરત ફર્યા હતા ત્યારબાદ ઉપરોકત ચેકો રીર્ટન થવાના કારણે આરોપી સામે ફરિયાદીએ દાહોદ કોર્ટમા ફરિયાદ દાખલ કરેલ જેમા સદર કાયદામા સુધારો આવતા ઉપરોકત કેસો ભાવનગર કોર્ટમા ટ્રાન્સફર થયેલા હતા.ઉપરોકત તમામ કેસો ધી નેગોશીએબલ ઈસ્ટમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી કેસ નં.૪૭૩૧/૨૦૧૬ થી ફો.કે.નં.૪૬૩૮/૨૦૧૬ થી ભાવનગરના ચોથા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ  ટી.એસ.પંજાબીની કોર્ટમા ફરિયાદ પક્ષનો પુરાવો લીધા બાદ સદર મેટર ફાઈનલ દલીલ પર આવતા વકીલ ચેતન.બી આસ્તિક, નદીમ.આર.મહેતર,પ્રકાશ.ડી.બોરીચાની દલીલો,રજુ કરેલા આધાર પુરાવા, સાક્ષીઓ વિગેરેને ધ્યાને લઈ અદાલતે ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્મેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે તમામ કેસોમા આરોપી સામેનો ગુનો સાબિત માની કસુરવાન ઠરાવી આરોપીને ૬ માસની સાદી કેદની સજા અને ચેકની રકમની દોઢી રકમનું કુલ વળતર રોકડા રૂ.૯૭,૬૩,૬૬૫/- પુરા દિન ૬૦ મા ફરિયાદીને ચુકવી આપવા હુકમ કર્યા છે.


Google NewsGoogle News