ચેક રીર્ટન કેસમાં શખ્સને 2 વર્ષની કેદની સજા ફટકારી

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
ચેક રીર્ટન કેસમાં શખ્સને 2 વર્ષની કેદની સજા ફટકારી 1 - image


- વલભીપુર કોર્ટ દ્વારા સજાનો હુકમ કરાયો

- સજા સમયે આરોપી અદાલતમાં ગેરહાજર રહેતા બિન જામીન વોરંટ કાઢવામાં આવ્યું

વલભીપુર : ચેક રીર્ટન થવાના કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવીને બે વર્ષની કેદની સજા સાથે ચેકની રકમ કરતા ડબલ રકમ ફરીયાદીને ચુકવવાનો વલભીપુર કોર્ટ હુકમ કરેલ છે.

કેસની મળતી માહિતી મુજબ વલભીપુરમાં ખાંડીયા હનુમાનજી મંદિર પાસે રહેતા ફરીયાદી ધમેન્દ્રકુમાર પ્રવિણભાઇ શેટાએ આરોપી જનકભાઇ કુંવરજીભાઇ ધામેલીયા (રહે મીઠાપર,જી.ભાવનગર)  વિરૂધ્ધ વલભીપુર કોર્ટમાં નેગોશીએબલ ઈન્સટ્રમેન્ટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ કરી હતી.આરોપી ફરીયાદીના કૌટુંબીક થતાં હોય તેથી પરીચયમાં આવતા મિત્રતા થયેલ તેથી તેમને ખેતી અને ધંધાના કામે ફરીયાદીએ હાથ ઉછીના રૂ.૭ લાખ આપેલા અને આ ૭ લાખ રૂપીયાની ફરીયાદીને જરૂર પડતા આરોપી જનકભાઇ ધામેલીયા પાસે પરત માંગેલ જે અનુસંધાને ફરીયાદીએ રૂ.૬,૩૪,૦૦૦ લાખનો ચેક લખી આપેલ આ ચેક ફરીયાદીએ તેની બેકમાં જમા કરાવતા આરોપીની બેંકે દ્વારા પરત કરેલ જેથી ચેક રીર્ટન થયા અંગેનો કેસ વલભીપુરની અદાલતમાં ફરીયાદ દાખલ થયેલ હતી.

આ કેસ ચાલી જતાં ફરીયાદીના વકીલની દલીલ ગ્રાહ્ય રાખવા સાથે વલભીપુરના મેજીસ્ટ્રેટ પ્રિયંકા જે.સુરતીએ આરોપીને નેગોશીએબલ ઈન્સટ્મેન્ટ એકટની કલમ-૧૩૮ અન્વયેના ગુન્હા અંગે બે વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ થી ડબલ રકમનો દંડ ફટકારેલ છે અને ચેકની મુળ રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવવી અને બાકીની રકમ અપીલ સમય પછી સરકાર ખાતે ખાલસા કરતો હુકમ કરેલ છે.


Google NewsGoogle News