Get The App

ભાવનગર જિલ્લામાં કુપોષણ ઘટાડવાના પ્રોજેકટનો થયેલો પ્રારંભ

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
ભાવનગર જિલ્લામાં કુપોષણ ઘટાડવાના પ્રોજેકટનો થયેલો પ્રારંભ 1 - image


- સ્વચ્છતા અંગે પણ લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે

- ગ્રામીણ વિસ્તારોમાં માતા-પિતા અને બાળકોને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશેની માહિતીઓ આપવામાં આવશે

ભાવનગર : ભાવનગર જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના ઉમદા ઉદેશથી ચેરીટેબલ ફાઉન્ડેશન પાવર ઓફ ન્યુટ્રીશન અને કન્ઝુમર ગુડસ કંપની યુનીલીવર દ્વારા હેલો ડોકટર બને મફત કોલ સેવા કાર્યક્રમ અમલી બનાવાયો છે.આ પ્રોેજેકટ દ્વારા ભાવનગર જિલ્લામાં સગર્ભાસ્ત્રીઓ અને માતાઓ સુધી પહોંચીને કુપોષણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરાશે.

સમગ્ર રાજયમાં હેલો ડોકટર બેન કાર્યક્રમની બનાસકાંઠા અને છોટા ઉદેપુર જિલ્લાથી શરૂઆત થઈ ેહતી. જે કાર્યક્રમને સફળતા મળતા હવે ભાવનગર જિલ્લામાં તેની શરૂઆત એમ ગૃપ દ્વારા કરાઈ છે. જેના ભાગરૂપે કલેકટરના માર્ગદર્શન તળે જિલ્લા કલેકટર કચેરીમાં શરૂઆત કરાઈ હતી. જેમાં આ પ્રોજેકટનું નિદર્શન કરી પ્રોજેકટની રૂપરેખા વિશે જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, ટી.એચ.ઓ.,સી.ડી.પી.ઓ.ને આપવામાં આવી હતી. કુપોષણ ઘટાડવા માટેના આ મહત્વપુર્ણ ડિઝીટલ અભિગમ સાથે લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ટેકનોલોજીના ઉપયોગની તમામ દ્વારા સરાહના કરાઈ હતી. હેલો ડોકટર બેન મફત કોલસેવા પ્રોજેકટમાં નીયત નંબર દ્વારા જોડાઈને સગર્ભા સ્ત્રીઓ અને ૯ વર્ષની ઉપરના બાળકો ધરાવતા માતાપિતાને આ સંદેશ પહોંચશે. તેમજ આ કાર્યક્રમ થકી ગ્રામીણ વિસ્તારોમાં માતા પિતા અને બાળકોને સ્વાસ્થ્ય તેમજ સ્વચ્છતા વિશેની મહત્વપુર્ણ માહિતી તેમની અનુકુળતાએ અને ગમે ત્યાંથી તેમના મોબાઈલ પર પહોંચશે. આ કાર્યક્રમ અંતગર્ત મોબાઈલ ટેકનોલોજીના ઉપયોગ થકી પોષણ સાથે સાબુથી હાથ ધોવાને પ્રોત્સાહન આપવાના કાર્યને આગળ ધપાવવામાં આવશે.


Google NewsGoogle News