Get The App

જિલ્લાના મહુવાનો માલણ ડેમ 100 ટકા ભરાયો, 9 ગામને સાવચેત કરાયા

Updated: Aug 16th, 2022


Google NewsGoogle News
જિલ્લાના મહુવાનો માલણ ડેમ 100 ટકા ભરાયો, 9 ગામને સાવચેત કરાયા 1 - image


- ભાવનગર અને બોટાદ જિલ્લાના 11 ડેમમાં ઝરમરથી લઈ એક ઇંચ વરસાદ 

- માલણ ડેમમાં એક ઇંચ અને લાખણકા ડેમમાં પોણો ઇંચ વરસાદ, બગડ, રોજકી અને જસપરા ડેમમાં અડધો ઇંચ વરસાદ પડયો 

ભાવનગર : મેઘરાજાએ આજે મંગળવારે ભાવનગર અને બોટાદ જિલ્લાના કેટલાક ડેમ વિસ્તારમાં હેત વર્ષાવ્યુ હતુ તેથી ઝરમરથી લઈ એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો માલણ ડેમ સોમવારે ૧૦૦ ટકા ભરાયો ગયો છે તેથી ૯ ગામને સાવચેત કરવામાં આવ્યા હતાં. કેટલાક ડેમમાં આજે પાણીની આવક શરૂ હતી.  

ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૧ ડેમમાં વરસાદી ઝાપટાથી લઈ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં માલણ ડેમમાં ર૩ મીલીમીટર એટલે કે આશરે એક ઇંચ વરસાદ વરસ્યો હતો અને લાખણકા ડેમ વિસ્તારમાં ર૦ મીલીમીટર એટલે કે આશરે પોણો ઇંચ વરસાદ પડયો હતો. બગડ ડેમમાં ૧૦ મીમી, રોજકી ડેમમાં ૧૧ મીમી અને જસપરા માંડવા ડેમમાં ૧૦ મીમી એટલે કે અડધો ઇંચ વરસાદ થયો હતો. રજાવળ ડેમમાં પ મીમી, હણોલ ડેમમાં ૪ મીમી, પીંગળી ડેમમાં પ મીમી એટલે કે ઝરમર વરસાદ પડયો હતો. બોટાદ જિલ્લાના ઉતાવળી ડેમમાં પ મીમી, કાનીયાડ ડેમમાં પ મીમી અને ભીમડાદ ડેમમાં પ મીમી એટલે કે વરસાદી ઝાપટા પડયા હતાં. ગઈકાલે સોમવારે સાંજના સમયે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો માલણ ડેમ ૧૦૦ ટકા ભરાય ગયો હતો એટલે છલક સપાટીએ ડેમ ભરાય ગયો છે પરંતુ હજુ ડેમના દરવાજા બંધ છે. આ ડેમના દરવાજા ઓટોમેટીક છે એટલે પાણીની વધુ આવક થશે એટલે ડેમના તમામ દરવાજા ખુલ્લી જશે તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

હમીરપરા ડેમમાં ૯૭ કયુસેક, ખાંભડા ડેમમાં ૧૦પ કયુસેક, લીંબાળી ડેમમાં ૧પ૦ કયુસેક પાણીની આવક શરૂ હતી. કાળુભાર ડેમમાં ૧રપ૦ કયુસેકની આવક હતી અને જાવક પણ શરૂ હતી, જેમાં પ૦ કયુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યુ છે. ગોમા ડેમમાં ૧૯૮ કયુસેક પાણીની આવક છે, જે સૌની યોજનામાંથી પાણી આવી રહ્યુ છે. બગડ ડેમમાં ર૧૧ કયુસેક અને રોજકી ડેમમાં ૧૮ર કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. ભાવનગર અને બોટાદ જિલ્લાના કોઈ ડેમમાં આજે વરસાદ પડયો નથી તેમજ અન્ય ડેમ વિસ્તારમાં પાણીની આવક પણ બંધ હોવાનુ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 


Google NewsGoogle News