બાવળિયારી-સનેસ રોડ ઉપર બસની ટક્કરે મહારાજ સાહેબને ગંભીર ઈજા
- મધ્યપ્રદેશથી પાલિતાણા વિહાર કરવા આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો
- ઈજાગ્રસ્ત પ.પૂ.દેવચંદ્રસાગરસૂરી મ.સા.ને ગંભીર ઈજા થતાં ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા
સેવકગણ અને અનુયાયીઓમાં ચિંતા પ્રસારવતી ઘટનાની સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર આગમોધારક સમુદાયવર્તી આચાર્યદેવ ચંદ્રસાગરસૂરીસ્વરજી મ.સા. આદી ઠાણા-૪ મધ્યપ્રદેશથી પાલિતાણા વિહાર કરવા આવી રહ્યા હતા. દરમિયાનમાં આજે વહેલી સવારે ૫-૧૫ કલાકે બાવળિયારીથી સનેસ રોડ ઉપર પ.પૂ.આચાર્યદેવ દેવચંદ્રસાગરસૂરી મ.સા. વ્હીલચેરમાં બેસીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા લકઝરી બસના ચાલકે વ્હીલચેરને ટક્કર મારતા દેવચંદ્રસાગરસૂરી મહારાજ સાહેબને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે ભાવનગરની બજરંગદાસ બાપા આરોગ્યધામ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની તબિયર સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અકસ્માત સર્જી બસનો ચાલક નાસી ગયો હતો.