તરૂણીનો અશ્લિલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી રોકડ-દાગીના પડાવ્યા

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
તરૂણીનો અશ્લિલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી રોકડ-દાગીના પડાવ્યા 1 - image


- મોરબીના યુવાન તથા રફાળિયાની યુવતી સહિત બે સામે ફરિયાદ

- બળજબરીથી સેલ્ફી લઈને અભદ્ર માંગણી કરી બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા તથા અનેક વખત જાતીય સતામણી

મોરબી : મોરબીમાં રહેતી સગીરા સાથે રફાળિયા ગામની યુવતીએ મિત્રતા કેળવી મોરબીના યુવાન સાથે સગીરાને મિત્રતા રાખવાનું કહ્યું હતું. બાદમાં મોરબીના યુવાને સગીરા સાથે સેલ્ફી લઈને અભદ્ર માંગણી કરી તેમજ વિડીયો કોલ કરી સગીરાને નગ્ન થવા મજબુર કરી વિડીયો કોલનું રેકોર્ડીંગ કરીને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી કટકે કટકે રૂપિયા ૭૦ હજાર રોકડા  તેમજ સોનાની બુટી અને મોબાઈલ પડાવી લીધા હતા. અને સગીરા સાથે અનેક વખત જાતીય સતામણી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં રહેતા પરિવારની સગીરા બ્લેકમેલીંગનો ભોગ બની છે. જેમાં સગીરાની માતાએ પોલીસ મથકમાં આરોપી યુવતી મિતલબેન સોલંકી (રહે રફાળીયા તા. મોરબી) અને કિશન રમેશ પટેલ (રહે મોચી શેરી ગ્રીન ચોક મોરબી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની સગીર વયની દીકરી સાથેે આરોપી મિતલ સોલંકીએ મોબાઈલના માધ્યમથી મિત્રતા કેળવી આરોપી કિશન પટેલ સાથે મિત્રતા રાખવાનું કહ્યું હતું. 

જેમાં આરોપી કિશન પટેલે સગીરાને સાંઈબાબા મંદિરે બોલાવી તેની સાથે બળજબરીથી સેલ્ફી લઈને અભદ્ર માંગણી કરી હતી. તેમજ વિડીયો કોલ કરી બળજબરીથી સગીરાને નગ્ન થવા મજબુર કરી હતી. જે વિડીયોકોલનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધું હતું. અને બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી કિશન પટેલે સગીરા પાસેથી અવારનવાર કટકે કટકે રૂ ૭૦ હજાર રોકડા પડાવી તેમજ સોનાની બુટી જોડી ૧ અને સગીરાનો મોબાઈલ પડાવી લીધો હતો 

તેમજ આરોપીએ સગીરા સાથે અનેક વખત જાતીય સતામણી કર્યાનું પણ ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી મિતલ સોલંકી અને કિશન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી કિશન રમેશ પટેલ ને ઝડપી લીધો છે. અને વધુ તપાસ ચલાવી છે.  


Google NewsGoogle News