ઉપલેટાનાં હત્યા પ્રકરણમાં બે આરોપીને આજીવન કેદ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
ઉપલેટાનાં હત્યા પ્રકરણમાં બે આરોપીને આજીવન કેદ 1 - image


રૃા.૨૪૦૦ની ઉઘરાણી વખતે બોલાચાલીમાં છરી ઝીંકી'તી

ધોરાજીની સેશન્સ કોર્ટે આરોપી અને સહઆરોપીને તકસીરવાન ઠરાવી કેદ સજા ઉપરાંત દંડ ફટકાર્યો

ધોરાજી :  આજથી બે વર્ષ પહેલા ઉપલેટામાં સિકંદર નામની વ્યક્તિ સાથે રૃા.૨૪૦૦ની ઉઘરાણી મુદ્દે થયેલી બોલાચાલીમાં છરીનો ઘા મારી હત્યા થવાનો બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં અદાલતે રોહિત દિપક મકવાણા અને દયાલસિંગ કેવલસિંગ સરદારને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અદાલતે ફટકારી છે અને રૃા.૫ હજારનો દંડ ફટકાર્યો છે.

બનાવની હકીકત એવી હતી કે ગઈ તારીખ ૩૦/૧૦/૨૧ના ફરીયાદી ઝરીનાબેન મરહુમ હાજી ઉંમર મનસુરી તેના મરણ જનાર દીકરા સિકંદર સાથે પોતાના ઘરે હતા ત્યારે રોહિત મકવાણા અને દયાલસિંગ કેવલસિંગ અગાઉ ઉછીના આપેલા રૃપિયા ર૪૦૦ની ઉઘરાણી માટે તેમના ઘરે ઉપલેટા આવેલા. ત્યારબાદ સિકંદર એને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી અને આરોતી નંબર ર ત્યારબાદ દયાલસિંગ કેવલસિંગએ મૃત્યુ પામનારને પકડી રાખેલ અને રોહિત મકવાણાએ પોતાના નેફામાંથી છરી કાઢી અને સિકંદરને મારી દીધી હતી. ત્યારબાદ પ્રાથમિક સારવાર માટે સિકંદરને સરકારી પ્રથમ ક્રિષેના હોસ્પિટલ અને પછી સરકારી દવાખાને લઈ જવામાં આવેલ હતો અને તે દરમિયાન તેનું મૃત્યુ નીપજતા પોલીસે ગુનો નોંધેલો અને તપાસ હાથ ધરેલી હતી.

આ કેસમાં બચાવ પક્ષે અલ્ટરનેટ ઈન્જરીની થીયરી સાથે દલીલ કરવામાં આવેલ હતી જ્યારે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી રજુઆત કરવામાં આવેલ હતી કે ઈજા પામ્ છી યુનુસ ઈબ્રાહીમ અને હાુર આમદભાઈ તે રૃબરૃ અને મૃત્યુ પામનારે પોતાની માતા રૃબરૃ બનાવની હકીકત જણાવેલ હતી. તેને મરણમુખ નિવેદન માનવું જોઈઅને અને પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની જુબાનીથી સ્પષ્ટ થાય છે કે ઈજા જે થયેલી હતી તે પેટમાં ઘા ભોંકાવાના કારણે થઈ હતી.

એડિકલશ પબ્લિક પ્રોસિટરે કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે ડાઈંગ ડેક્લેરેશન માનવું જોઈએ કારણ કે આ સ્ટેટમેન્ટ મૃત્યુ પામનારે પોતે ડોક્ટર રૃબરૃ કરેલું છે અને ડોક્ટરે પોતાની જુબાનીમાં આ હકીકતને સમર્થન આપેલ છે. વિશેષમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અહેવાલ પ્રમાણે રોહિત દિપક મકવાણાના પેન્ટ ઉપર મૃત્યુ પામનારાના જૂથનું ઓ બ્લડ ગુ્રપનું લોહી મળેલું છે આવા સંજોગોમાં આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ.

સમગ્ર દલીલો અને ચુકાદાઓ વંચાણે લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદ તથા રૃા.૫૦૦૦ દંડનો હુકમ કરેલો હતો.


Google NewsGoogle News