ચાંપરાજપુરથી સગીરાનું અપહરણ કરી દૂષ્કર્મ આચરનારા શખ્સને આજીવન કેદ
ત્રણ વર્ષ પહેલા ફેબ્રુઆરી-૨૦૨૧માં ઘટના બની હતી
બાળાનું અપહરણ કરીને પંચમહાલ જિલ્લામાં લઈ જઈ દૂષ્કર્મ આચર્યું હતું
જેતપુર : જેતપુર તાલુકાના ચાંપરાજપૂર ગામે રહેતી એક સગીરાનું પંચમહાલ જીલાના બોરીયાવી ગામનો શખ્સ અપહરણ અને દુષ્કર્મના ગુન્હાનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી શખ્સને આજીવન કેદની સજા ફટકારી હતી.
તાલુકાના ચાંપરાજપુર ગામે રહેતી અને ત્યાં આવેલ સીંગદાણાના કારખાનામાં મજૂરી કામ કરતી એક સગીરાનું તે જ કારખાનામાં કામ કરતા પપ્પુ દલાભાઇ રહે. બોરીયાવી જિલ્લો પંચમહાલ વાળો શખ્સ સામે ચાર વર્ષ પૂર્વે અપહરણ અને દુષ્કર્મની ફરીયાદ નોંધાઈ હતી. ૮ ફેબુ્રઆરી૨૦૨૧માં નોંધાયેલ આ ફરીયાદમાં સગીરાનું તેણીના ઘરેથી રાત્રીના દોઢેક વાગ્યે આરોપી શખ્સ ઘરમાં બધા ઉંઘતા હતા ત્યારે અપહરણ કરી ગયો હતો, શરૂઆતમાં તેણીના પરીવારજનોને સગીરાનું અપહરણ કોણ કરી ગયું તે પણ ખબર ન હતી. પરંતુ તેણી જે કારખાનાંમાં કામ કરતી હતી ત્યાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કારખાનાં જ કામ કરતા પપ્પુ નામનો શખ્સનો સગીરાને તેની બેનપણીના મોબાઈલમાં ફોન આવતો અને તેની વાતો કરતી હતી. અને સગીરા ગુમ થઈ ત્યારથી પપ્પુ પણ ગુમ થઈ જતા પપ્પુ જ અપહરણ કરી ગયો હોવાનું નક્કી થતા પપ્પુ સામે સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવી હતી. અને ફરીયાદના આધારે પોલીસ આરોપીને ઝડપી લઈ સગીરાને મુક્ત કરાવી હતી. અપહરણ અને દુષ્કર્મનો આ કેસ જેતપુર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો જેમાં સરકારી વકીલ કેતન પંડયાની દલીલ, સાહેદોની જુબાની અને સાંયોગીક પુરાવાના આધારે એડિશનલ જજ એલ.જી. ચુડાસમાએ આરોપી પપ્પુને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.